BHARUCHGUJARATJHAGADIYA

ઝઘડિયા તાલુકાના જુના ટોઠીદરા ગામે ગ્રામ પંચાયતનો કાચો રસ્તો ખોદી કાઢવાનો વિવાદ-સરપંચની વીસ ઇસમો સામે પોલીસમાં ફરિયાદ

ઝઘડિયા તાલુકાના જુના ટોઠીદરા ગામે ગ્રામ પંચાયતનો કાચો રસ્તો ખોદી કાઢવાનો વિવાદ-સરપંચની વીસ ઇસમો સામે પોલીસમાં ફરિયાદ

 

ફરિયાદમાં જણાવાયા મુજબ ૬૦ વર્ષ જુના આ રસ્તાનો ઉપયોગ ચાર ગામોના ખેડૂતો ખેતરોમાં આવવા જવા કરે છે

 

ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના જુનાટોઠીદરા ગામે પંચાયતના સાર્વજનિક રસ્તાને જેસીબી થી ખોદી કઢાયો હોવાના આક્ષેપ સાથે ગ્રામ પંચાયતના સરપંચે પંદર ઇસમો સામે નામજોગ અને અન્ય પાંચ મળી કુલ ૨૦ જેટલા ઇસમો સામે પોલીસમાં ફરિયાદ કરતા પંથકમાં ચકચાર મચી જવા પામી છે. આ અંગે મળતી વિગતો અનુસાર જુનાટોઠીદરા ગામના સરપંચ કાંતિભાઇ મંગાભાઇ વસાવાએ રાજપારડી પોલીસમાં ફરિયાદ લખાવી હતી કે જુનાટોઠીદરા ગામની આજુબાજુ ટોઠીદરા તરસાલી ઓેર પટાર ગામોની સીમ આવેલી છે. આ ગામોના ખેડૂતોએ ખેતરોમાં જવા આવવા તેમજ ખેતીના સાધનો લઇ જવા માટે વીજપરી નામના વડ પાસેથી ગ્રામ પંચાયતનો કાચો રસ્તો ૬૦ વર્ષથી આવેલો છે. દરમિયાન ગત તા.૧૯ મી જાન્યુઆરીના રોજ રાતના સમયે ભાલોદ ખાતે રહેતા સંદિપભાઇ અરવિંદભાઇ વસાવાએ અન્ય ઇસમો મળી કુલ ૨૦ જેટલા ઇસમો સાથે ભાલોદ ગામના ભીખાભાઈ ભગવાનભાઇ માછીનું જેસીબી સાથે લઇને ઉપરોક્ત રસ્તા ઉપર બે જગ્યાએ જેસીબીથી આશરે ૨૦ ફુટ જેટલી લંબાઇ અને ૫ ફુટ જેટલી ઉંડાઇના ખાડા ખોદી નાંખેલ. ફરિયાદમાં જણાવાયા મુજબ આ રસ્તો ચાર જેટલા ગામોના ખેડૂતોને ખેતરોમાં જવા આવવા માટે ઉપયોગી હોઇ રસ્તો ખોદાતા આ ખેડૂતોને ઢોર ઢાંખર લઇને જવા આવવા માટે અવરોધ ઉભો થયો હતો.રસ્તો ખોદી કાઢીને સરકારી જાહેર મિલકતને નુકશાન કરાયું હોવાના આક્ષેપ સાથે ટોઠીદરાના સરપંચ કાંતિભાઇ મંગાભાઇ વસાવાએ સંદિપભાઇ અરવિંદભાઇ વસાવા રહે.ભાલોદ તા.ઝઘડિયા,અલ્પેશ સોમાભાઇ મકવાણા રહે.ભાલોદ,રવિભાઇ બચુભાઈ માછી રહે.ભાલોદ,નિકુલ રમણભાઈ માછી રહે.ભાલોદ,રાજેન્દ્રસિંહ ખુમાનસિંહ વિરજાયા રહે.ભાલોદ,નિતિન જેન્તી માછી રહે.ભાલોદ,ઇભુભાઇ ઉર્ફે પિન્ટો ડાયાભાઇ પટેલ રહે.ગામ રુંઢ,હેમંત મફત પાટણવાડીયા રહે.ભાલોદ,સંજય નાનુભાઈ માછી રહે.જુનાટોઠીદરા,નાનુભાઇ જેસંગભાઇ માછી રહે.જુનાટોઠીદરા,મિતેશભાઇ રાજમલ રહે.ભાલોદ,સાજનભાઇ રાજમલ રહે.ભાલોદ,ભાર્ગવભાઇ વિરજાયા રહે.ભાલોદ,નિરંજન મોહનભાઈ વાળંદ રહે.ભાલોદ તથા સુનિલભાઇ માછી તેમજ બીજા અન્ય ચારથી પાંચ જેટલા ઇસમો મળીને કુલ વીસેક જેટલા માણસો સામે રાજપારડી પોલીસમાં ફરિયાદ લખાવતા પોલીસે ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.નર્મદા કાંઠા વિસ્તારના ભાલોદ પંથકના ટોઠીદરા ગામે રસ્તો ખોદી કાઢવાની બાબતે ઉભા થયેલ વિવાદને લઇને સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી હતી.

ઈરફાનખત્રી

રાજપારડી

Back to top button
error: Content is protected !!