
વિજાપુર શહેર માં આવેલ શ્રી સ્વામિનારાયણ વિદ્યા સંકુલ ખાતે કબડ્ડી ખો ખો સહિત રમત સ્પર્ધા યોજાઈ
વાત્સલ્યમ સમાચાર
સૈયદજી બુખારી વિજાપુર
વિજાપુર શહેર માં આવેલ શ્રી સ્વામિનારાયણ વિદ્યા સંકુલ ખાતે કબડ્ડી ખો ખો સહિત રમત સ્પર્ધા યોજાઈ હતી જેમાં તાલુકા વ્યાયામ મંડળ દ્વારા આયોજન કરાયું હતું જેમાં અન્ડર 14, 17,19 ની ભાઈઓ અને બહેનોની સ્પર્ધા શ્રી સ્વામિનારાયણ વિદ્યાસંકુલ, ખાતે, યોજાઈ હતી આ રમત સ્પર્તાધા તા લુકાના ધારાસભ્ય ડો સીજે ચાવડા સાહેબના અધ્યક્ષ સ્થાને યોજાઇ હતી. જેમાં તાલુકા વ્યાયામ મંડળના પ્રમુખ કનકસિંહ વિહોલએ પ્રાસંગિક ઉદબોધન આપ્યું, તાલુકા વ્યાયામ મંડળના મંત્રી પંકજભાઈ જે પટેલે સમગ્ર સ્પર્ધાની વિસ્તૃત જાણકારી આપી. સ્પર્ધામાં કુલ 36 ટીમોએ ભાગ લીધો. ભાઇઓમાં અંડર 14 માં પીલવાઈ , અંડર 17 & 19 સરદારપુર હાઇસ્કુલ ચેમ્પિયન બની. બહેનોમાં અંડર 14 માં હાથીપુરા પ્રાથમિક શાળા અને,U 17 માં પિલવાઇ હાઇસ્કુલ ચેમ્પિયન બન્યા. સ્પર્ધામાં પ્રથમ અને દ્વિતીય નંબર મેળવનાર ખેલાડીઓને તાલુકા વ્યાયામ મંડળ દ્વારા સર્ટિફિકેટ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.



