MEHSANAVIJAPUR

વિજાપુર રોટરી કલબ હોલ ખાતે મહિલા આયોગ ગાંધીનગર,મેહસાણા આઈ.સી.ડી.એસ દ્વારા કિશોરી મેળાનું આયોજન કરાયું

વિજાપુર રોટરી કલબ હોલ ખાતે મહિલા આયોગ ગાંધીનગર,મેહસાણા આઈ.સી.ડી.એસ દ્વારા કિશોરી મેળાનું આયોજન કરાયું
વાત્સલ્યમ સમાચાર
સૈયદજી બુખારી વિજાપુર
વિજાપુર રોટરી કલબ હોલ ખાતે ગુજરાત રાજ્ય મહિલા આયોગ ગાંધીનગર તથા જિલ્લા વહીવટી તત્ર મહેસાણા નારી સંમેલન તથા કિશોરી મેળાનુ આયોજન ગુરુવારે આઈ.સી.ડી.એસ વિભાગ દ્વારા યોજાયો હતો. જેમાં તાલુકા હેલ્થ કચેરી દ્વારા બેટી વધાવો બેટી બચાવો અંતર્ગત આઇ ઈ સી સ્ટોલ ગોઠવવા મા આવ્યો હતો.જેમાં સરકારની જુદા જુદા વિભાગો દ્વારા સ્ત્રીઓ ને મળતા લાભો અને યોજનાઓ ની માહિતી આપવામાં આવી હતી.તેમજ આરોગ્ય વિભાગ દ્વારા સ્ત્રી ભૂર્ણ હત્યા અંતર્ગત કાયદા ની જાણકારી તેમજ કિશોરીઓના સ્વાસ્થ્યની જાણકારી આપી હતી જ્યારે આઈ ટી આઈ વિભાગ દ્વારા સ્ત્રી ઓ ની બ્યુટીપાલર , સીવણ જેવા કોર્ષ ની તાલીમ ,પોસ્ટ વિભાગ દ્વારા બચત ની યોજનાઓ અનાથ બાળકો માટે પાલક માતા પિતા યોજના .અભ્યમ,નારી અદાલત ,બાળ સંરક્ષણ જેવી યોજના ઓ ની માહિતી આપવામાં આવી હતી.આ કાર્યક્રમમા ગુજરાત રાજ્ય નિયામક મહિલા આયોગ ગાંધીનગર તેમજ સ્થાનીક ડી પી ઑ ગઝલબેન દેસાઈ તેમજ તાલુકા સદસ્ય પરેશ પટેલ તેમજ મનુજી વિહોલ તેમજ તાલુકા સુપરવાઈઝર મુકેશભાઈ ચૌહાણ તથા આયુષ મેડિકલ ઓફિસર ફલૂ ડો ડી એસ પ્રજાપતિ તેમજ આરોગ્ય સ્ટાફ આઇસીડીએસ વિભાગ ના કર્મચારીઓ હાજર રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમ નુ આયોજન આઈ.સી.ડી.એસ વિભાગ ના કર્મચારી દ્વારા કરવા મા આવ્યું હતુ.

Back to top button
error: Content is protected !!