375 જેટલી કૅન્સર પીડિત બહેનો માટે Hair Donate કરી પ્રેરણાદાયી સંદેશ આપ્યો
વિજાપુર તા
વિજાપુર તાલુકાના સુંદરપુર ગામની અનુબેન પટેલે ઇન્સ્ટાગ્રામના Bald Beauty India એકાઉન્ટ પર કૅન્સર પીડિતો માટે વાળ દાનનો વિડિયો જોયો ત્યારે તેઓ ખૂબ પ્રભાવિત થયા હતા. માનવતાના આ અદ્દભુત કાર્યથી પ્રેરાઈ તેમણે પોતે પણ Hair Donate કરવાનો સંકલ્પ કર્યો. પરિવારની સંમતિ સાથે અનુબેને Hair Donate કરતી સંસ્થાનો સંપર્ક કર્યો અને પોતાના સંપૂર્ણ વાળ મુંડન કરાવી કૅન્સર પીડિત બહેનો માટે કેશદાન કર્યું. તેમના આ માનવતાભર્યા પગલાએ સમગ્ર વિસ્તારમાં પ્રશંસાની લહેર ફેલાઈ છે.મળતી માહિતી મુજબ અનુબેન દ્વારા દાન કરેલા વાળ NGO સુધી પહોંચાડવામાં આવ્યા છે, જ્યાંથી Hair Wigs તૈયાર કરીને સમગ્ર ભારતભરના કૅન્સર પીડિત મહિલાઓને મફતમાં આપવામાં આવે છે. અત્યાર સુધીમાં ૩૭૫ થી વધુ કૅન્સર પેશન્ટ બહેનોને Hair Wigs ઉપલબ્ધ કરાવવામાં આવી છે. દરેક વિગ કોને આપવામાં આવી તેનું ફોટો અને વિડિયો સાથેનું પારદર્શક રેકોર્ડ સંસ્થાના સોશિયલ મીડિયા પેજ પર નિયમિત મૂકવામાં આવે છે. આ અભિયાન અનેક પીડિત બહેનોના ચહેરા પર ફરી સ્મિત લાવવા મદદરૂપ બન્યું છે. મુંડન કરાવવાના નિર્ણય અંગે અનુબેને જણાવ્યું હતું કે, “પૈસા તો સૌ આપી શકે છે, પરંતુ વાળનું દાન લાગણી સાથે જોડાયેલ છે. મારા વાળ ફરી આવી જશે, પરંતુ મારા વાળથી કોઈ બહેનના ચહેરા પર ખુશી આવશે, એ જ મારા માટે મોટી વાત છે.” તેઓએ વધુમાં ઉમેર્યું કે ઘણી બહેનો વાળ ખરવા લાગે ત્યારે ડિપ્રેશનમાં આવી જાય છે. “વાળ ન હોવો શરમની વાત નથી,” એવું કહી અનુબેને તમામ બહેનોને આત્મવિશ્વાસથી જીવવા પ્રેરણા આપી. “મારી જેમ હજારો છોકરીઓ ખુલ્લા માથે ફરતી હોય છે; હું પણ ખુલ્લા માથે જ ફરતી રહીશ. આ પ્રયાસ અનેક બહેનોમાં હિંમત અને આત્મવિશ્વાસ લાવશે,” તેમ તેમણે જણાવ્યું હતુ.