૧૧ માં આંતરરાષ્ટ્રીય યોગદિવસ ૨૦૨૫ની ઉજવણી અને મેદસ્વિતા મુક્ત ગુજરાત અભિયાન અંતર્ગત યોગ શિબિર યોજાઈ
મેદસ્વિતા મુક્ત ગુજરાત અભિયાન-૨૦૨૫

વાત્સલ્યમ સમાચાર, બળવંતસિંહ ઠાકોર,મહેસાણા
ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા ૧૧ માં આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ૨૦૨૫ ની ઉજવણીના ભાગરૂપે કાઉન્ટડાઉન યોગ શિબિર તથા સ્વસ્થ ગુજરાત મેદસ્વિતા મુક્ત ગુજરાત અભિયાન અંતર્ગત યોગ શિબિરનું આયોજન કરવામાં આવ્યુ હતુ . રાજ્ય યોગ બોર્ડના ચેરમેન શિશપાલજીની દિશા સૂચનથી આજ રોજ જીઆઇડીસી હોલ, ગ્રાઉન્ડ, મહેસાણા ખાતે કરવામાં આવેલ જેનું સંચાલન અધ્યક્ષ સ્થાનેથી ઝોન કોર્ડીનેટર અજીત કુમાર દ્વારા કરવામાં આવ્યું હતુ.
આ કાર્યક્રમમાં ચેરમેન યોગસેવક શીશપાલજી નો વિડીયો સંદેશ યોગ સાથે યોગ્ય આહારવિહાર દ્વારા આજીવન રોગ મુક્ત રહી શકાય તે રજુ કરવામાં આવ્યો હતો. આ સાથે યોગ બોર્ડ જર્ની કવિકીનું પણ સ્ક્રિનિંગ દ્વારા પ્રસારણ કરવામાં આવ્યું હતુ. સોશિયલ મીડિયા ના કોર્ડીનેટર સુનિતાબેન શાહ દ્વારા મીડિયા અવેરનેસ તથા યોગના પ્રચાર પ્રસારમાં મીડિયા ની ભૂમિકા વિશે જણાવવામાં આવ્યું હતુ.સંપૂર્ણ કાર્યક્રમ મહેસાણા જિલ્લા કોર્ડીનેટર ગૌતમભાઈ પ્રજાપતિના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું. શિબિરને સફળ બનાવવા માટે મહેસાણા જિલ્લા યોગ કોચ, કોર કમિટી,તમામ ટ્રેનર ભાઈઓ બહેનો ઉપસ્થિત સર્વે સાધકો નો સિંહ ફાળો રહ્યો હતો.
આ કાર્યક્રમમાં પતંજલિ યોગ સમિતિના જિલ્લા માર્ગદર્શક જે.પી. પટેલ, નગરપાલિકા પૂર્વ ઉપપ્રમુખ રંજનબેન પ્રજાપતિ, કિસાનવિકાસ ના સેવા પ્રભારી રવિભાઈ આચાર્ય, બીએપીએસ સક્રિય કાર્યકર હરેશભાઈ પટેલ, ચંદ્રકાંતભાઈ પટેલ , નટુભાઈ પટેલ, , કિરણ સિંહ રાણા અને યોગ સાધકો ઉપસ્થિત રહ્યા હતા.








