ઇડર ખાતે મહિલા કલ્યાણ દિવસની ઉજવણી કરાઇ
ઇડર ખાતે મહિલા કલ્યાણ દિવસની ઉજવણી કરાઇ
**
સાબરકાંઠા જિલ્લામાં “નારી વંદન ઉત્સવ” નિમિત્તે શ્રી ટી.એમ.શાહ મહિલા આર્ટસ કોલેજ, ઇડર ખાતે મહિલા કલ્યાણ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં અંદાજીત 300 થી વધુ કોલેજની દિકરીઓ ઉપસ્થિત રહી હતી.
કોલેજની દિકરીઓ દ્વારા પ્રાર્થના કરી કાર્યક્રમની શરૂઆત કરવામા આવી હતી. ત્યારબાદ કોલેજની દિકરીઓ દ્વારા મહિલા સશક્તિકરણ અંગે વક્તવ્ય રજૂ કર્યા હતા. જિલ્લા શિક્ષણાધિકારી કચેરીના અધિકારી શ્રીમતી અલકાબેન નિનામા દ્વારા કાર્યક્રમનો ઉદ્દેશ્ય તથા રૂપરેખા તેમજ શિક્ષણ વિભાગની દિકરીઓ માટેની યોજનાઓ અંગે સમજ આપવામાં આવી હતી. ત્યારબાદ જિલ્લા બાળ કલ્યાણ અધિકારીશ્રીની કચેરીના શ્રી દેવાંગભાઈ સુથાર દ્વારા મહિલા કલ્યાણ અંગેની યોજનાઓ તથા વિવિધ હેલ્પ લાઇન નંબરો અંગેની માહિતી આપવામા આવી હતી.
આ કાર્યક્રમમા સ્ટેટ બેંક ઓફ ઇંડિયા ઇડર બ્રાંચના શ્રી હર્ષદિપસિંહ રાવ, શ્રમ અને રોજગાર આયુક્તની કચેરી સાબરકાંઠાના શ્રી ડૉ. નિકીતા સુતરિયા, આઈ. ટી. આઈ. કોલેજ ઇડરના પ્રિસિપાલ, સામુહિક આરોગ્ય કેંદ્ર ઇડરના ર્ડા. કેયા પ્રજાપતિ, અભયમ મહિલા હેલ્પ લાઈનના રિમ્પલબેન ,ગુજરાત મકાન અને અન્ય બાંધકામ શ્રમયોગી બોર્ડના પ્રોજેક્ટ મેનેજરશ્રી રાહુલ કે વણઝારા એ ઉપસ્થિત રહી પોતાના વિભાગ કચેરી હેઠળ ચાલતી મહિલા કલ્યાણ અંગેની યોજનાઓ અંગેની વિસ્તૃત માહિતી પુરી પાડી હતી
જયંતિ પરમાર સાબરકાંઠા