
વિજાપુર તાલુકાના ગ્રામ્ય વિસ્તારો મા ધારાસભ્યના હસ્તે ૧૬ જેટલા ટ્રેકટરો નુ વિતરણ કરાયું
વાત્સલ્યમ સમાચાર
સૈયદજી બુખારી વિજાપુર
વિજાપુર તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં ૧૬ જેટલા કચરો નિવારણ માટે ઉપયોગ મા લેવાતા ટ્રેકટરો નુ વિતરણ ધારાસભ્ય સી. જે ચાવડા ના હસ્તે ગ્રામપંચાયતો ના પૂર્વ સરપંચો તલાટીઓ ને અર્પણ કરવામાં આવ્યું હતુ. જેમાં તાલુકાના દગાવાડીયા,રામપુર (કોટ), ઊબખલ, સરદારપુર , આનંદપુરા(કુ.), ટીંટોદણ, મોતીપુરા(ટી), જેપુર, હિરપુરા, વજાપુર, ભાણપુર, રણાસણ અને પટેલપુરા(પી) ગામોને ધારાસભ્ય એ તાલુકા પંચાયત ખાતે ગ્રામ્ય વિસ્તારો ના તલાટી કમ મંત્રી/વહીવટદાર/સરપંચો ટ્રેકટરના ડ્રાયવરો ની સાથે ઉપસ્થિત રહ્યા હતા. અને ટ્રેકટરો લઈ જવા ધારાસભ્ય એ લીલી ઝંડી આપી હતી. આ પ્રસંગે પૂર્વ ધારાસભ્ય એપીએમસી ચેરમેન કાન્તિ ભાઈ પટેલ તેમજ માધુ ભાઈ પટેલ ભરત ભાઈ દાઢી અને તાલુકા પંચાયત ના પ્રમુખ આશા બેન પટેલ તેમજ તાલુકા વિકાસ અધિકારી સપના બેન રાજપુત ભાજપના પ્રમુખ રાજુ ભાઈ પટેલ સંજય પટેલ હિતેન્દ્રસિંહ પરમાર સહિત અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.




