વિજાપુર ચેક રીટર્ન ના કેસ મા આરોપીનો નિર્દોષ છુટકારો
અડી સિવિલ જજ અને જયુડિશીયલ મેજીસ્ટ્રેટ એસ એસ અજમેરી નો ચુકાદો
વાત્સલ્યમ સમાચાર
સૈયદજી બુખારી વિજાપુર
વિજાપુર માલોસણ ગામના પટેલ કાન્તિ ભાઈ મોતી દાસે ભેંસો વેચેલ જેના રૂ 73,700/- આવેલા જે પૈસા તેમના ભત્રીજા ના કહેવાથી તેઓ એ વિસનગર ના બારોટ ભરત ભાઈ લક્ષ્મણ ભાઈ ને અંગત કામ હોવાથી બે માસ માટે આપેલા જેના અવેજ મા ભરતભાઈ બારોટે ચેક આપેલો જે ચેક બેંક મા ભરતા ઈન ઓપરેટ ના શેરા સાથે પરત ફર્યો હતો. જે અંગે ભરત ભાઇ ને વકીલ મારફત નોટીસ આપેલ જે નોટીસ રીફ્યુજ શેરા સાથે પાછી ફરેલ જેને લઇ ભરત ભાઇ બારોટ સામે ફરીયાદ નોંધાઈ હતી.જે અંતર્ગત નો કેસ એડી સીવીલ જજ અને જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ એસ એસ અજમેરી ની અદાલત મા ચાલી જતાં બંને પક્ષોના વકીલો ની દલીલો પુરાવા ઓ ધ્યાન મા લઈ સુનાવણી કરતા આરોપી ભરત ભાઈ બારોટ ને ચેક રીટર્ન ના કેસ મા નિર્દોષ જાહેર કરી છોડી મૂકવા નો હુકમ કર્યો હતો. આરોપી તરફે કેસી બ્રહ્મભટ્ટે હાજર રહી ધારદાર દલીલો કરી હતી.