ત્રણ મહિનામાં જ ભ્રષ્ટાચાર દેખાયો!:ભરૂચમાં જીએસટી કચેરી પાસે ત્રણ મહિના પહેલાં બનેલા રોડમાં સળિયા દેખાવા લાગ્યાં

સમીર પટેલ, ભરૂચ
ભરૂચમાં ગુજરાત ગેસ કંપનીથી અમીધારા સોસાયટી તરફ જતો 2 થી 3 કિમીનો રસ્તો 3 થી મહિના અગાઉ જ બનાવવામાં આવ્યો હતો.આ રસ્તાનું બાંધકામ અતિ તકલાદી હોવાથી અત્યારથી સળિયા દેખાવા લાગ્યાં છે. રસ્તો ખખડધજ બની જતાં 15 થી વધારે સોસાયટીના હજારો લોકોને અવરજવર માટે મુશ્કેલી પડી રહી છે.
ભરૂચમાં રસ્તાની ગુણવત્તા સામે સવાલો ઉભા થયાં છે. એક વર્ષ કે તેથી ઓછા સમય પહેલાં બનેલા રસ્તાઓ ખખડધજ બની ગયાં છે. ગુજરાત ગેસ કંપનીની સામે જીએસટી કચેરી તરફ જવાનો રસ્તો બિસ્માર હાલતમાં જોવા મળી રહયો છે.આશ્રય સોસાયટી,અમીધારા અને વનવિભાગની કચેરીને જોડતો મુખ્ય રસ્તા પરના સળિયા દેખાઈ રહ્યા છે અને આસપાસ અસહ્ય ગંદકીથી લોકોને પસાર થવું મુશ્કેલ બન્યું છે.આજથી 3 મહિના અગાઉ 58 લાખના ખર્ચે આ રસ્તાનું ખાતમુહૂર્ત કરવામાં આવતું આવ્યું હતું.ત્યાર બાદ ઘણા સમય બાદ માર્ગ બન્યો પણ માત્ર ત્રણ જ મહિના માં આ રસ્તો જર્જરિત બનીને તેના સળીયા બહાર આવી ગયા હતા.ત્યારે રાત્રીના અંધકારમાં કોઈનો ભોગ લે તેવું સ્થાનિકોનું કહેવું છે.
જોકે સ્થાનિકોના જણાવ્યા અનુસાર આ રસ્તો બિસ્માર બનતા જ ત્રણ મહિના પહેલા નવા માર્ગનું નિર્માણ કરાયુ હતું.પરતું કોન્ટ્રાક્ટર દ્વારા તકલાદી કામ કરાયુ હોવાના આક્ષેપો સાથે આક્રોશ ઠાલવ્યો હતો.જ્યારે વધુમાં જો હાલની સરકાર સારી હોય કોન્ટ્રાક્ટરો પણ સારા રાખવા માટે જણાવ્યું હતું. જયારે અમૂકે જણાવ્યું હતું કે, પહેલા આ માર્ગ થોડો સારો હતો પરતું આ વખતે બનેલો માર્ગ એક દમ તકલાદી છે જેના ઘણી જ તકલીફો વેઠવી પડે છે.જેથી વહેલી તકે સારી કામગીરી કરાય તે જરૂરી છે.આ અંગે ભરૂચ નગરપાલિકાના મુખ્ય અધિકારી હરીશ અગ્રવાલ સાથે ટેલીફોનિક વાતચીત કરતા તેમણે જણાવ્યું હતું કે, હાલમાં તે કોન્ટ્રાક્ટરનું પૅમેન્ટ અટકાવી દેવામાં આવ્યું છે અને તેના જોખમે અને તેના ખર્ચે નગરપાલિકા પુનઃ તે માર્ગ ફરીથી વ્યવસ્થિત કરાવશે.




