MEHSANAVIJAPUR

વિજાપુર ગોવિંદપુરા ચોકડી થી આનંદપુરા ચોકડી વચ્ચે હાઇવે રોડ ઉપર ચાલવા નીકળેલા યુવકને ઇકો કારે ટક્કર મારતાં મોત અજાણ્યા વાહન ચાલક સામે યુવકના બનેવી ફરીયાદ નોંધાવી

વિજાપુર ગોવિંદપુરા ચોકડી થી આનંદપુરા ચોકડી વચ્ચે હાઇવે રોડ ઉપર ચાલવા નીકળેલા યુવકને ઇકો કારે ટક્કર મારતાં મોત
અજાણ્યા વાહન ચાલક સામે યુવકના બનેવી ફરીયાદ નોંધાવી
વાત્સલ્યમ સમાચાર
સૈયદજી બુખારી વિજાપુર
વિજાપુર ગોવિંદપુરા ચોકડી થી આનંદપુરા ચોકડી વચ્ચે હાઇવે રોડ ઉપર શનિવારે રાત્રીના સમયે જમવાનું પતાવી ચાલવા નીકળેલા યુવકને ઇકો કારે હડફેટે લેતા મોત નિપજાવી કાર ચાલક નાસી છૂટતા પોલીસ મથકે મૃતક ના બનેવી અજાણ્યા ઇકો ના ચાલક વિરુદ્ધ ફરીયાદ નોંધાવી છે પોલીસે અકસ્માત નો ગુનો નોંધી કાયદેસરની તપાસ હાથ ધરી છે. શહેરના બુદ્ધિ સાગર જૈન મંદિર સામે આવેલ મહોલ્લાહ મા રહેતા દીપક ભાઈ રેવા ભાઈ વાઘેલા તેઓ મજુરી કામ કરતા હતા ગઈ શનિવારે રાત્રિના સમયે જમવા નુ પતાવી નિત્યક્રમ મુજબ હાઇવે ઉપર ચાલવા માટે નીકળ્યા હતા. તે સમયે એક અજાણી ઇકો કારે દિપક ભાઈ વાઘેલા ઉર્ફે ઘેટો ને ટક્કર મારી માથાના પાછળ ના ભાગે શરીર ના ભાગે ગંભીર ઈજાઓ કરી નાસી છૂટયો હતો અકસ્માત ની હાઇવે વાળી જગ્યા ઉપરથી એમ્બ્યુલન્સ મારફત દીપક વાઘેલાનુ જીવ બચાવવા માટે તાત્કાલિક સ્થાનીક જનરલ હોસ્પીટલ મા લાવવા મા આવ્યા હતા. જ્યાં હાજર ડોકટરે તપાસ કરતા મરણ જાહેર કર્યા હતા. મૃતક ના બનેવી ભરત કુમાર જયંતી ભાઈ મકવાણા કડા વિસનગર વાળાએ પોલીસ મથકે અજાણ્યા ઇકો ચાલક સામે ફરીયાદ નોંધાવી છે મૃતક ના બનેવી ભરત કુમાર મકવાણા એ જણાવ્યું હતુકે મારા સસરા બીમાર હોવાથી શનિવારે ઘેરે તેમની ખબર અંતર પૂછવા આવ્યા હતા. રાત્રી જમવાનું પતાવી ઘરે બેઠા હતા તે સમયે મહોલ્લહ ના છોકરા આવી મારા દીપક ભાઈ ના અકાનાત સમાચાર આપ્યા હતા દવાખાને પોહચ્યા ત્યાં ડોકટરે મૃત જાહેર કરેલા હાલ મા ઘરમાં કમાનાર એક જણ હતો જેના મોત ના કારણે પરિવારે એક આધાર સ્થંભ ગુમાવ્યો છે. મોટો ભાઈ અસ્થિર મગજના છે હાલમાં અકસ્માત ને લઇ પરીવાર નોધારો બન્યો છે. પોલીસ અકસ્માત કરી નાસી છૂટયો છે પોલીસ તેને પકડી લાવે ગરીબ પરીવાર ને ન્યાય મળે તેવી આશા રાખીએ છીએ હાલમાં પોલીસે અકસ્માત કરી નાસી જનાર અજાણ્યા ઇકો ચાલક સામે અકસ્માત નો ગુનો નોંધી પીએસઆઈ એમ બી ગોસ્વામી એ તપાસ હાથ ધરી છે.

Back to top button
error: Content is protected !!