
વિજાપુર પિલવાઇ શેઠ જી.સી હાઈસ્કુલ ખાતે વાર્ષિક ઈનામી વિતરણ સમારોહ યોજાયો
ધારાસભ્ય ના હસ્તે બાળકોને ઇનામો વિતરણ કરાયું
વાત્સલ્યમ સમાચાર
સૈયદજી બુખારી વિજાપુર
વિજાપુર તાલુકાના પિલવાઇ ગામે આવેલ શેઠ જી સી હાઈ સ્કુલ ખાતે વાર્ષિક ઈનામી વિતરણ સમારોહ ધારાસભ્ય સીજે ચાવડા ની અધ્યક્ષતા મા યોજાયો હતો. જેમાં દૂધ સાગર ડેરીના ચેરમેન અશોક ભાઈ ચૌધરી તેમજ પૂર્વ જીલ્લા સદસ્ય કનક સિંહ વિહોલ પ્રોફેસર યોશોધર રાવલ સહિત ના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. સરકાર દ્વારા કુપોષિત બાળકો પોષણ યુક્ત આહાર આપવા ની જાહેરાત કરવા મા આવી હતી. તે અનુસંધાન મા ધારાસભ્ય સી.જે ચાવડા તેમજ ડેરી ના ચેરમેન અશોક ભાઈ ચૌધરી ના હસ્તે 280 જેટલા કુપોષિત બાળકોને પોષણ યુક્ત આહાર ના પેકેટ નુ પણ વિતરણ કરવા મા આવ્યુ હતું. તો સાથોસાથ શાળામાં રમત ગમત મા પ્રથમ નંબર લાવનાર વિદ્યાર્થીઓ ને ઇનામો નુ વિતરણ કરવા મા આવ્યું હતુ. આ પ્રસંગે ગ્રામજનો તેમજ વાલી મંડળ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યુ હતુ.




