
વિજાપુર તાલુકાના કમાલપુરમાં આયુષ્યમાન આરોગ્ય મંદિરનું ધારાસભ્ય હસ્તે લોકાર્પણ કરાયું
વાત્સલ્યમ સમાચાર
સૈયદજી બુખારી વિજાપુર
વિજાપુર તાલુકાના કમાલપુર ગામે ગુજરાત સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા આયુષ્યમાન આરોગ્ય મંદિર (પેટાકેન્દ્ર)નું લોકાર્પણ માનનીય ધારાસભ્ય ડો. સી. જે. ચાવડા ના વરદ હસ્તે રિબન કાપી કરીને કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ગ્રામ્ય વિસ્તારના નાગરિકોને પ્રાથમિક આરોગ્ય સેવાઓ સુલભ બને તે દિશામાં મહત્વપૂર્ણ પગલું ભરાયું છે.
લોકાર્પણ કાર્યક્રમમાં પૂર્વ ધારાસભ્ય રમણભાઈ પટેલ, પૂર્વ ધારાસભ્ય પી. આઈ. પટેલ, એ.પી.એમ.સી.ના ચેરમેન રાજુભાઈ પટેલ, કમલેશકાકા, વિસ્તારના ડેલીગેટો, ગામના સરપંચ તેમજ પૂર્વ સરપંચ હાજર રહ્યા હતા. કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ગ્રામજનો જોડાયા હતા.
કાર્યક્રમનું સંચાલન કમાલપુર પ્રાથમિક શાળાના શિક્ષક દ્વારા કરવામાં આવ્યું હતું. આયુષ્યમાન આરોગ્ય મંદિર શરૂ થવાથી કમાલપુર તેમજ આસપાસના વિસ્તારોના લોકોને ગુણવત્તાયુક્ત પ્રાથમિક આરોગ્ય સેવાઓ નજીકમાં ઉપલબ્ધ બનશે.




