વિક્કી કૌશલની છાવાની 3 દિવસમાં 100 કરોડની કમાણી

મુંબઇ : વિક્કી કૌશલની ‘છાવા’એ બોક્સ ઓફિસ પર રીલિઝના પહેલા ત્રણ જ દિવસમાં 100 કરોડથી વધુની કમાણી કરી છે. આ ફિલ્મ બાદ વિક્કીને બિગ બજેટ ફિલ્મો મળવાના ચાન્સીસ વધ્યા છે. બીજી તરફ ફિલ્મમાં ઔરંગઝેબની ભૂમિકામાં અક્ષય ખન્નાનાં પણ બહુ વખાણ થઈ રહ્યાં છે અને તેથી તેની કારકિર્દીને પણ મેજર બૂસ્ટ મળે તેવી શક્યતા છે.
ખાસ કરીને મુંબઇ અને પુણેમાં આ ફિલ્મને સારો રિસપોન્સ મળી રહ્યો છે. છેલ્લા ૩ દિવસમાં આ ફિલ્મે ૧૧૬. ૮ કરોડ રૂપિયાની કમાણી કરી ધીધી છે. સૌથીવધુ કલેકશન રવિવારે નોંધવામાં આવ્યું હતું. રવિારે આ ફિલ્મે ૪૮. ૫ કરોડ રૂપિયાની કમાણમી કરી હતી. આ પહેલા શનિવારે ૩૭ કરોડ રૂપિયાનું કલેકશન કર્યું હતું.
મુંબઇ અને પુણેમાં થિયેટરોમાં ૯૦-૭૦ ટકા ઓક્યુપેન્સી નોંધાઈ છે.
વિક્કીની આ પહેલી મોટી કમર્શિઅલ સફળતા છે. આ ફિલ્મ પછી વિક્કી માટે મેગા બજેટ ફિલ્મો મેળવવાનાં દ્વાર ખુલી ગયાં છે. અગાઉ ‘અશ્વત્થામા’ ફિલ્મ એ મુદ્દે પડતી મૂકવામાં આવી હતી કે વિક્કી બોક્સ ઓફિસ પર તગડું કલેક્શન લાવી શકે તેમ નથી. પરંતુ, ‘છાવા’ બાદ વિક્કીને એવા મોટા પ્રોજેક્ટસ મળવાનો માર્ગ મોકળો થયો છે.



