
વિજાપુર આરોગ્ય વિભાગ દ્વારા વિશ્વ ક્ષય દિન નિમિત્તે 21 ગ્રામ પંચાયતનું સન્માન કરાયું
1 ગ્રામ પંચાયત ને ગોલ્ડ 5 ગ્રામપંચાયતો ને સિલ્વર 15 ગ્રામ પંચાયતો ને બ્રોન્ઝ કેટેગરી માં પ્રમાણપત્રો અપાયા
સૈયદજી બુખારી વિજાપુર
વિજાપુર મામલતદાર કચેરી ખાતે આરોગ્ય વિભાગ દ્વારા વિશ્વ ક્ષય દિનની ઉજવણી અંતર્ગત જિલ્લા ક્ષય કેન્દ્ર અને તાલુકા હેલ્થ કચેરી દ્વારા વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં અધિક કલેક્ટર દેવાંગ રાઠોડની અધ્યક્ષતા અને મામલતદાર અતુલસિંહ ભાટીની ઉપસ્થિતિમાં તાલુકાની કુલ 21 ગ્રામ પંચાયતને “ટીબી પંચાયત” તરીકે સન્માનિત કરવામાં આવી હતી.
કાર્યક્રમ દરમિયાન ટીબીના દર્દીઓને પોષણ કિટનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું. તાલુકા હેલ્થ ઓફિસર ડો. ચેતન પ્રજાપતિએ “જન ભાગીદારીથી ટીબીનો અંત” વિષય પર માર્ગદર્શન આપતા જનપ્રતિનિધિઓ અને સામાન્ય નાગરિકોની સક્રિય ભાગીદારી પર ભાર મૂક્યો હતો.
સમગ્ર કાર્યક્રમનું સંચાલન એસ.ટી.એસ. પ્રકાશભાઈ નાયી તથા તાલુકા હેલ્થ સુપરવાઈઝર મુકેશ ચૌહાણ દ્વારા સફળતાપૂર્વક કરવામાં આવ્યું હતું.





