
વિજાપુર પામોલ ગામે વરસાદી પાણી ભરાયેલ વિસ્તારો મા આરોગ્ય લક્ષી કામગીરી કરાઇ
વાત્સલ્યમ સમાચાર
સૈયદજી બુખારી વિજાપુર
વિજાપુર તાલુકાના પ્રા.આ. કેન્દ્ર પામોલ ના મેડિકલ ઓફિસરના માર્ગદર્શન મુજબ પામોલ ગામ ખાતે વરસાદી પાણી ભરાયેલ વિસ્તારમાં મચ્છરો નો ઉપદ્રવ અને તેનાથી થતા રોગચાળો અટકાવવા માટે આરોગ્ય વિભાગ તરફથી વિવિધ કામગીરી કરવામાં આવી હતી જે જે વિસ્તારો મા વરસાદી પાણી ભરાયેલ હતા.તે વિસ્તારો મા આરોગ્ય ની ટીમ ફરી ઘેર ઘેર લોકોના સ્વસ્થ્ય ની તપાસ કરી હતી.તેમજ ભરાયેલ વરસાદી પાણીમાં કંતાન ના બનાવેલા ઓઇલ બોલ પણ નાખવામાં આવ્યા હતા.વિસ્તારમાં આઉટ પોસ્ટ O.P.D દ્વારા લોકોની તપાસ કરી જરૂરી દવા આપવામાં આવી હતી. તેમજ ઘરે ઘરે જઈને સર્વેલન્સ ટીમે પોરા નાશક ક્લોરિન ટેબલેટ નુ વિતરણ કરવામાં આવ્યું હતું ક્લોરિન ટેસ્ટ ની તપાસ કરવા મા આવી હતી.P.H.C પામોલ M.P.H.S ટીમ દ્વારા સુપરવિઝન કરવામાં આવ્યું હતુ.





