નવસારી- વિજલપોર નગરપાલિકા વિસ્તારમાં ગુડઝ તથા પેસેન્જર વાહનોની અવરજવર પર પ્રતિબંધ ફરમાવ્યો
MADAN VAISHNAVDecember 2, 2024Last Updated: December 2, 2024
0 1 minute read
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ-નવસારી નવસારી- વિજલપોર નગરપાલિકા શહેરી વિસ્તારોમાં સાંકડા રસ્તાઓ તેમજ વાહનોની અવર જવરની ક્ષમતા કરતાં રસ્તાઓની સંખ્યા ઓછી હોઇ તેમજ વાહનોની અવર જવરના કારણે ઘણી વખત શહેરના મુખ્ય માર્ગો ઉપર ખુબ જ ભારે પ્રમાણમાં ટ્રાફિક જામના ઉપસ્થિત થતાં હોવાથી શહેરનો ટ્રાફિક વ્યવહાર નિયંત્રિત કરવા જાહેર જનતાના હિતમાં સલામતિના પગલાં લેવા જરૂરી છે. જે અન્વયે ગુડઝ તથા પેસેન્જર વ્હીકલવાળા વાહનો વાહનો સવારે ૮-૦૦ થી બપોરે ૧૩-૦૦ તેમજ સાંજે ૧૬-૦૦ થી રાત્રિના ૨૧-૦૦ કલાક સુધી કોઇપણ રસ્તાથી નવસારી-વિજલપોર નગરપાલિકા વિસ્તારમાં પ્રવેશ કરવા પર નવસારી અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ કેતન પી.જોષીએ મળેલી સત્તાની રૂએ તા.૦૩/૧૨/૨૦૨૪ થી તા.૦૧/૦૩/૨૦૨૫ સુધી પ્રતિબંધ ફરમાવ્યો છે.આ વાહનોમાં સરકારી-અર્ધ સરકારી કામે રોકાયેલ વાહનો, આવશ્યક ચીજ વસ્તુઓની હેરફેર કરતા વાહનો, પોલીસ વાહનો, સ્કુલ બસ, એમ્બ્યુલન્સ, એસ.ટી.બસ, ફાયરના વાહનો, વિદ્યાર્થી પ્રવાસ બસ, લગ્ન પ્રસંગની બસ તેમજ ઇમરજન્સી સર્વિસમાં સમાવેશ થતો હોય તેવા વાહનોને આ જાહેરનામાંમાંથી મુકિત રહેશે. ખાસ કિસ્સાઓમાં ઉકત પ્રતિબંધિત સમય દરમિયાન કોઇ ભારે વાહનોને શહેરમાં પ્રવેશ કરવા માટે જરૂરિયાત જણાય તેવા કિસ્સાઓમાં અરજદારોએ નાયબ પોલીસ અધિક્ષકશ્રી, હેડ કવાર્ટર, નવસારી તથા પોલીસ ઇન્સ્પેકટરશ્રી, ટ્રાફિક શાખા, નવસારીનાઓની લેખિત મંજૂરી મેળવી લેવાની રહેશે. આ હુકમનો ભંગ કરનાર ગુજરાત પોલીસ અધિનિયમ ૧૯૫૧ ની કલમ-૧૩૧ હેઠળ કસુરવાર સામે પગલાં લઇ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.