MEHSANAVIJAPUR

ઉતરાયણ પર્વે વિજાપુરમાં કર્તવ્ય ટ્રસ્ટની સરાહનીય સેવા ટીબી હોસ્પિટલ નજીક પક્ષી સારવાર કેન્દ્ર શરૂ, ઘાયલ પક્ષીઓની સારવાર

ઉતરાયણ પર્વે વિજાપુરમાં કર્તવ્ય ટ્રસ્ટની સરાહનીય સેવા
ટીબી હોસ્પિટલ નજીક પક્ષી સારવાર કેન્દ્ર શરૂ, ઘાયલ પક્ષીઓની સારવાર

oppo_0
oppo_0

વાત્સલ્યમ સમાચાર
સૈયદજી બુખારી વિજાપુર
ઉતરાયણ પર્વને ધ્યાનમાં રાખીને વિજાપુરમાં કર્તવ્ય સેવા ટ્રસ્ટ દ્વારા ટીબી હોસ્પિટલ નજીક પક્ષી સારવાર કેન્દ્ર ઉભું કરવામાં આવ્યું છે. પતંગની દોરીના કારણે ઘાયલ થતા પક્ષીઓને તાત્કાલિક સારવાર મળી રહે તે હેતુથી આ સેવા શરૂ કરવામાં આવી છે.
કર્તવ્ય ટ્રસ્ટના સભ્યો દ્વારા ચાઇના દોરી તથા અન્ય દોરીથી ઘાયલ થયેલા પક્ષીઓની સારવાર કરવામાં આવી રહી છે. હાલ સુધીમાં અંદાજે 10 થી 20 જેટલા પક્ષીઓને સારવાર આપવામાં આવી છે. ગયા વર્ષની સરખામણીએ આ વર્ષે ઘાયલ પક્ષીઓની સંખ્યામાં થોડો ઘટાડો જોવા મળ્યો છે, જેનું મુખ્ય કારણ કર્તવ્ય ટ્રસ્ટ દ્વારા અગાઉથી જ ચાઇના દોરીના ઉપયોગ વિરુદ્ધ લોકોમાં જાગૃતિ લાવવામાં આવી હોવાનો દાવો કરવામાં આવ્યો છે.
oppo_0
જાગૃતિના કારણે હાલ ઘાયલ પક્ષીઓમાં સામાન્ય અસર જણાય છે, પરંતુ હજી પણ જન જન સુધી વધુ જાગૃતિ પહોંચાડવાની જરૂરિયાત હોવાનું ટ્રસ્ટ દ્વારા જણાવવામાં આવ્યું છે. ઘાયલ પક્ષીઓની સારવાર માટે નિષ્ણાત ડૉક્ટર ટીમ દ્વારા સારવાર આપવામાં આવી રહી છે.
કર્તવ્ય સેવા ટ્રસ્ટ દ્વારા પક્ષી સારવાર કેન્દ્ર માટે મોબાઈલ નંબર જાહેર કરવામાં આવ્યો છે. કોઈપણ સ્થળે ઘાયલ પક્ષીની માહિતી મળતા જ ટ્રસ્ટના સભ્યો તરત જ સ્થળ પર પહોંચી પક્ષીને સારવાર કેન્દ્ર પર લાવી જરૂરી સેવાઓ આપે છે.
આ અંગે કર્તવ્ય ટ્રસ્ટના મનીષાબેનએ જણાવ્યું હતું કે, “ચાઇના દોરી તથા ગમે તેમ ફેંકી દેવામાં આવતા ગૂંછા અને દોરીથી પક્ષીઓને ભારે નુકસાન થાય છે. આ બાબતે લોકોમાં વધુ જાગૃતિ લાવવા માટે અમારી ટીમ સતત કામગીરી કરી રહી છે. કર્તવ્ય ટ્રસ્ટના તમામ સભ્યો એકતા અને સહકાર સાથે સેવા કાર્યમાં જોડાઈને માનવતા અને પ્રકૃતિ પ્રત્યેની જવાબદારી નિભાવીએ છીએ.”
ઉતરાયણના ઉત્સવ દરમિયાન પક્ષી સંરક્ષણ માટે કર્તવ્ય ટ્રસ્ટની આ સેવા શહેરમાં પ્રશંસનીય બની છે.

Back to top button
error: Content is protected !!