GUJARATKALOL(Panchamahal)PANCHMAHAL

કાલોલ પોલીસે મલાવ ચોકડી પાસે બાઇક ઉપર વિદેશી દારૂની હેરાફેરી કરતા એક ઇસમને ઝડપી પાડયો.

 

તારીખ ૧૦/૦૮/૨૦૨૫

સાજીદ વાઘેલા કાલોલ 

કાલોલ પોલીસે મલાવ ચોકડી પાસે બાઇક ઉપર પ્રતિબંધક એરીયામાં વગર પાસ પરમીટે ગેરકાયદે રીતે ભારતીય બનાવટના પરપ્રાંતીય ઈગ્લીશ દારૂ ની હેરાફેરી કરતા પોલીસે ઝડપી પાડયો હતો.પ્રાપ્ત માહિતી અનુસાર કાલોલ પોલીસ સ્ટેશન સ્ટાફ પોલીસ સ્ટેશન વિસ્તારમા પેટ્રોલીંગમાં હતા. તે દરમ્યાન ખાનગી રાહે ચોક્કસ બાતમીદાર થી બાત મી હકીકત મળેલ કે, “એક હીરો કંપનીની કાળા કલરની સિલ્વર પટ્ટાવાળી સ્પ્લેન્ડર મોટર સાયકલ ઉપર એક ઇસમ વાદળી કલર નાં થેલામાં ભારતીય બનાવટનો પરપ્રાંતીય ઇંગ્લીશ દારૂ ભરી મલાવ ગામ તર ફથી મલાવ ચોકડી તરફ જનાર છે તેવી મળેલ માહીતી આધારે બે પંચોના માણસો મલાવ ચોકડી પાસે બોલાવી મળેલ બાતમી હકિકતથી પંચો સાથે રાખી મલાવ ચોકડી પાસે ઉપરોક્ત બાતમી વાળી મોટરસાયકલ ની વોચમાં હતા તે દરમ્યાન ઉપરોકત બાતમી વાળી હીરો કંપનીની કાળા કલરની સિલ્વર પટ્ટાવાળી સ્પ્લેન્ડર મોટર સાયકલ આવતા તેને રોકવા ઈશારો કરતાં સદર મોટર સાયકલ નો ચાલક તેના કબ્જા ની મોટર સાયકલ ઉભી રાખેલ જેથી મોટરસાયકલ ની આગળ પાછળ પંચો રૂબરૂ રજી.નંબર જોતા જીજે-૧૭-બીએસ-૦૯૦૨ નો લખેલ હતો. ત્યારબાદ પંચી રૂબરૂ મોટર સાયકલ ચાલકનું નામઠામ પૂછતા જીગ્નેશ ઉર્ફે જીગો કાળુંસિંહ જાદવ ઉ.વ.૨૫ રહે. ભૂખી કોઠી ફળિયું કાલોલ તાલુકા નો હોવાનું જણાવેલ જેથી સદર ઈસમને સાથે રાખી પંચો રૂબરૂ તેના કબ્જા ની વાદળી કલરનાં થેલા ને ખોલી જોતા ભારતીય બનાવટનો પરપ્રાંતીય ઇંગ્લીશ દારૂ રોયલ સિલેક્ટ ડીલક્ષ વ્હીસ્કી ૧૮૦ મી.લી.નાં ક્વાટ રીયા ભરેલ હતા જે જાહેર જગ્યા હોય પ્રોહી મુદામાલ ગણવો હિતાવત ન હોય જેથી સદર ઇસમેં ને મોટરસાયકલ તેમજ તેના કબ્જા ની વાદળી કલર નાં થેલા ને કાલોલ પોલીસ સ્ટેશન ખાતે લાવી ગણી જોતા કબજા ભોગવટા નાં થેલામાં ભારતીય કબ્જા ભોગવટા નાં ઇંગ્લીશ દારુ નાં કવાટરીયા ભરેલ હતા જે તમામ ક્વાટર એક જ માર્કાવાળા કંપની શીલબંધ મળી આવેલ હોય જે ગણી જોતાં કુલ નંગ-૯૬ ક્વાટરીયા હોય જે એક ક્વાટરની કિં.રૂ. ૧૧૦/- લેખે ગણી જોતા કુલ ક્વાટર નંગ-૯૬ ની કુલ કિં.રૂ.૧૦,૫૬૦/- ગણી શ કાય. જેથી ઉપરોક્ત પકડાયેલ પ્રોહિ. મુદ્દામાલ પ્રોહી, પ્રતિબંધક એરીયામાંથી ગેરકાયદેસરનો મળી આવેલ હોય.જેથી સદર પકડાયેલ ઇસમ પાસેથી મળી આવેલ ઇંગ્લીશ દારૂની હેરાફેરી કરવા બાબતે તેની પાસે કોઈ આધાર પુરાવો કે પાસ પરમીટ હોય તો રજૂ કરવાનુ જણાવતા પોતાની પાસે કોઈ આધાર પુરાવો નહી હોવાનુ જણાવેલ જેથી સદર હીરો કંપની ની સ્પ્લેન્ડર મોટર સાયકલ જે કિંમત આશરે કિ.રૂ.૨૫,૦૦૦/- ની તેમજ ઇસમની અંગઝડતી માંથી એક સિલ્વર કલરનો વિવો કંપની નો એન્ડ્રોઈડ મોબાઈલ મળી આવેલ જે મોબાઈલમાં જોતાં બે સીમકાર્ડ ચાલુ હાલતમાં હતા જે મોબાઈલ ની કીમત રૂ.૫૦૦૦/- મળી કુલ રૂપિયા ૪૦૫૬૦ નો પ્રોહી મુદ્દામાલ કબજે પૂછપરછ કરતા આ મુદામાલ ભૂખી ગામના વિરેન્દ્રસિંહ ઉર્ફે ભૂરિયો રણજીતસિંહ જાદવ પાસેથી લાવ્યો હોવાનું અને અજીતસિંહ ઉદેસિંહ પરમાર રે વડીયા તા સાવલી ને આપવાનો હોવાનું જણાવેલ કાલોલ પોલીસે ત્રણેવ ઈસમો સામે કાર્યવાહી હાથ ધરી વધુ તપાસ હાથ ધરી છે.

Back to top button
error: Content is protected !!