બાળકોને શિક્ષણનો અભાવ છે કે મહાનુભવોમાં..? ભરૂચમાં આંગણવાડીમાં મહાનુભવો સરસ્વતીના મંદિરમાં જ પગરખા સાથે.. બાળકો પગારખા વિનાના..

સમીર પટેલ, ભરૂચ
ભરૂચના પશ્ચિમ વિસ્તારમાંમહાનુભવોનું બુદ્ધિનું પ્રદર્શન સોશિયલ મીડિયા ઉપર ચર્ચાનું કેન્દ્ર..?
સામાન્ય રીતે શૈક્ષણિક શાળાઓને વિદ્યાર્થીઓ અને શિક્ષકો ભગવાનનું મંદિર માનતા હોય છે અને ભગવાનના મંદિરમાં જ જો કોઈ પગરખા સાથે આવે તો ભરૂચના પશ્ચિમ વિસ્તારની આંગણવાડીમાં મહાનુભવો ફોટો સેશનમાં ભાન ભૂલ્યા હોય તે પ્રકારે બાળકો પગરખા વિનાના પરંતુ મહાનુભવો પગારખા સાથે જોવા મળતા શિક્ષકો અને વિદ્યાર્થીઓમાં પણ ચર્ચાનું કેન્દ્ર બનતા જ ફોટા પણ સોશિયલ મીડિયા ઉપર વાયરલ થયા હોવાના દ્રશ્યો જોવા મળ્યા છે
શૈક્ષણિક શાળા એટલે સ્કૂલ અને સ્કૂલને બાળકો અને શિક્ષકો સરસ્વતી દેવીનું મંદિર માનતા હોય છે પરંતુ ઘણી વખત કાર્યક્રમમાં મહા અનુભવો દેવીના મંદિરનું માંન જાળવવાનું ભાન ભૂલીને ફોટો સેશન કરાવતા હોય છે આવો જે કિસ્સો ભરૂચના પશ્ચિમ વિસ્તારની એક આંગણવાડીમાં ટીવી લોકાર્પણ પ્રોજેક્ટમાં મહાનુભવ ભાન ભૂલ્યા હોય અને બાળકોનું સરસ્વતી દેવીનું મંદિર ગણાતું આંગણવાડીમાં બાળકો પગરખા વિનાના પરંતુ મહાનુભવોએ બાળકોની સામે જ ટીવી લોકાર્પણની રીબીન કટીંગ કરી પગરખા સાથે ફોટો સેશન કરાવતા ફોટા સોશિયલ મીડિયા ઉપર ચર્ચા નું કેન્દ્ર બન્યા છે અને સાચા અર્થમાં બાળકોને શિક્ષણની જરૂર છે કે મહાનુભવોને તેવા સવાલો પણ ઊભા થયા છે.




