MEHSANAVIJAPUR

વિજાપુર જનરલ હોસ્પીટલ દ્રારા દેશસેવાના ઉપયોગ માટે ઓપરેશન સિંદૂર અંતર્ગત રક્તદાન કેમ્પ યોજાયો

વિજાપુર જનરલ હોસ્પીટલ દ્રારા દેશસેવાના ઉપયોગ માટે ઓપરેશન સિંદૂર અંતર્ગત રક્તદાન કેમ્પ યોજાયો ધારાસભ્ય સી.જે ચાવડા હાજર રહ્યા
વાત્સલ્યમ્ સમાચાર
સૈયદજી બુખારી વિજાપુર
વિજાપુર જનરલ હોસ્પીટલ અને જી એમ ઈ આર એસ વડનગર દ્રારા સ્થાનીક જનરલ હોસ્પિટલ ના પ્રથમ માળે દેશસેવામા સહભાગી રૂપ ઓપરેશન સિંદૂર અંતર્ગત રક્તદાન કેમ્પ યોજાયો હતો. જનરલ હોસ્પિટલ ના ડોક્ટર સ્ટાફ, પી એચ સી ના આરોગ્ય કર્મચારી,શિક્ષકો અને પોલીસ સ્ટાફ તેમજ શહેરીજનો.તેમજ રાજકીય અગ્રણીઓ દ્રારા રક્તદાન કરવામાં આવ્યું હતુ .જેમાં કુલ 51જેટલી બોટલ રક્ત એકત્રિત કરવામાં આવ્યું હતુ.કાર્યક્રમ મા ધારાસભ્ય ડૉ સી જે ચાવડા સર તેમજ રાજકીય આગેવાનો હાજર રહી રક્તદાતા ઓનો ઉત્સાહ વધાર્યો હતો.આ સમગ્ર કેમ્પ નું આયોજન ,સુપરવિઝન અને મોનીટરીંગ અધિક્ષક ડો ઈન્દ્રેશ પટેલ દ્રારા કરવામાં આવ્યું હતું ઓપરેશન સિંદૂર અંતર્ગત ૫૧ જેટલી બોટલો નુ રક્તદાતાઓ દ્વારા રકતદાન કરાયું હતુ.

Back to top button
error: Content is protected !!