વિજાપુરમાં સફાઈ કામદારોની હડતાળથી ગંદકીનું સામ્રાજ્ય, નગરજનો આરોગ્યના જોખમમાં
વાત્સલ્યમ સમાચાર
સૈયદજી બુખારી વિજાપુર
વિજાપુર નગરપાલિકાના સફાઈ કામદારો દ્વારા છેલ્લા અઠવાડિયા થી સમગ્ર શહેર વિસ્તારમાં સફાઈ કામગીરી બંધ રાખી હડતાળ ઉપર ઉતરી જતા શહેરમાં ચોતરફ ગંદકી ફેલાઈ છે. ખાસ કરીને મકરાણી દરવાજા નજીક સફાઈ કામદાર મહિલા સુપરવાઈઝર સાથે થયેલી માથાકૂટ ના બનાવને લઈને સફાઈ કામદારોએ સમગ્ર વિસ્તારને ‘બાન’માં લઈ લીધો છે, જેના કારણે કચરાના ઢગલા ઉભા થયા છે અને સમગ્ર શહેર દુર્ગંધથી જનજીવન પ્રભાવિત બન્યું છે.મળતી માહિતી મુજબ ગત સોમવારે મકરાણી દરવાજા નજીક બનેલી ઘટનામાં સફાઈ કામદાર મહિલા સુપરવાઈઝર સાથે કોઈ એક ઇસમ સાથે માથાકૂટ થઈ હતી.જે બાબતે પોલીસ મથકે એટ્રોસિટી હેઠળ ફરિયાદ પણ નોંધાઇ છે. આ મામલે નાયબ પોલીસ અધિકારી દ્વારા તપાસ સહિતની કાર્યવાહી પણ હાથ ધરવામાં આવી છે. તેમ છતાં સફાઈ કામદારો માં હજુ સંતોષ થતો નથી ઘણી વખત અલગ અલગ માંગો કરી હડતાળનો માર્ગ અપનાવતા હોવાના કારણે શહેરના રહેવાસીઓ ભારે પરેશાનીનો સામનો કરી રહ્યા છે.આ મામલે ખત્રી કૂવા વેપારી એસોસિએશન દ્વારા એસ.આઈ. મનીષાબેન સમક્ષ રજૂઆત કરવામાં આવી હતી. વેપારીઓને બહારથી સફાઈ કામદારો મંગાવી સફાઈ કરાવવાની ખાતરી આપવામાં આવી હતી, પરંતુ હજુ સુધી વિસ્તારમાં સફાઈ કામગીરી શરૂ ન થતાં વેપારીઓમાં પણ રોષ જોવા મળી રહ્યો છે.નગરપાલિકા ચીફ ઓફિસરની ગેરહાજરીને કારણે વેપારીઓને પાલિકામાંથી યોગ્ય જવાબ ન મળતાં તેઓ એસ.આઈ.ને રજૂઆત કરી પરત ફર્યા હતા.. વેપારીઓ દ્વારા પણ સફાઈ કામદારોને ગંદકી ને લઈ સમજાવ્યા હતા તેમ છતાંય તેઓ પોતાની વાત ઉપર અડગ રહ્યા હતા.હાલમાં શહેર માં ફેલાયેલી ગંદકીના કારણે મચ્છરજન્ય રોગો સહિત આરોગ્ય સંબંધી ગંભીર ખતરો ઉભો થયો છે. લોકો બીમાર પડે તેવી દહેશત પણ નગરજનોમાં વ્યાપી ગઈ છે.સફાઈ કામદારોની વારંવારની હડતાળથી જનજીવન અસ્તવ્યસ્ત બન્યું છે. નગરજનો દ્વારા સત્વરે સફાઈ કામગીરી શરૂ કરાવવા અને શહેરને ગંદકીમાંથી મુક્ત કરાવવા માટે નગરપાલિકા તંત્રને કડક પગલા ભરવાની તાત્કાલિક માંગ ઉઠી છે.
«
Prev
1
/
95
Next
»
કોંગ્રેસ આગેવાનોએ ભાજપ કાર્યાલયની સામે સત્યમેવ જયતેના નારા લગાવ્યા
૩,૩૮,૨૭,૭૯૦/- નો ફ્રોડ કરનાર ગેંગના ત્રણ સાગરીતોને પકડી પાડતી આણંદ સાયબર ક્રાઇમ પોલીસ
મહિસાગર : કોઠંબા તાલુકા ની સુકા ટીંબા પ્રા શાળા માં આચાર્ય સમય સર ન આવતા શાળા ને તાળા બંધી..