
વિજાપુર માલોસણમાં પરણિત મહિલાની છેડતી અને જાનથી મારી નાખવાની ધમકી મામલે ફરિયાદ
વાત્સલ્યમ સમાચાર
સૈયદજી બુખારી વિજાપુર
વિજાપુર તાલુકાના માલોસણ ગામે ઉમીયાનગર વિસ્તારમાં રહેતી એક પરણિત મહિલાએ પરિવારના નજીકના સગા દિયર દ્વારા લાંબા સમયથી શારીરિક છેડતી અને જાનથી મારી નાખવાની ધમકી આપવાના ગંભીર આક્ષેપો સાથે પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે.પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ માલોસણ ગામની પરણિત મહિલા પોતાના પતિ સાથે મકાનના ઉપરના માળે રહે છે, જ્યારે આરોપી દિયર મકાનના નીચે ના ભાગે રહેતો હતો. મહિલા ના પતિ કામ અર્થે બહાર જતાં આવતા હોય તે દરમિયાન આરોપી વારંવાર કોઈ પણ બહાના હેઠળ ઘરમાં આવી એકાંતનો લાભ લઈ મહિલાની છાતી તથા કમર ભાગે હાથ અડાડી શારીરિક અડપલાં કરી પરેશાન કરતો પણ મહિલાએ શરૂઆતમાં સામાજિક બદનામીના ભય ના કારણે અને આરોપી સુધરી જશે તેવી આશામાં ફરિયાદ નોંધાવી ન હતી.જોકે ગત ગુરુવારે ના રોજ સવારના સમયે આરોપીએ મહિલાને ગંદી ગાળો આપી મારવા દોડી આવતાં તેણીએ ઘરનો દરવાજો બંધ કરી લીધો હતો. ત્યારબાદ આરોપીએ “આજે તો બચી ગયા છો, પણ મોકો મળશે તો જાનથી મારી નાંખીશ” તેવી ધમકી આપતા મહિલાએ પોતાના પતિ સાથે પોલીસ મથકે જઈને ફરિયાદ નોંધાવી છે. જોકે ફરીયાદ નોંધાયા બાદ આરોપી મકાન છોડીને અન્ય સ્થળે રહેવા ગયો હોવાનું પણ જાણવા મળ્યું છે. સમગ્ર ઘટનાક્રમથી ભયભીત થયેલી મહિલાની અંતે પોલીસે મહિલાની ફરિયાદ નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.




