
વિજાપુર ખત્રીકૂવા થી ચક્કર લારી ગલ્લા ના દબાણો દૂર કરવા ની સાથે આનંદપુરા ચોકડી પાસે દરગાહ ની દીવાલ ને જેસીબી વડે પાડી નાખતા વિવાદ
વાત્સલ્યમ્ સમાચાર
સૈયદજી બુખારી વિજાપુર
વિજાપુર પાલીકા દ્વારા બે દિવસ પૂર્વે ખત્રીકૂવા થી આનંદપુરા ચોકડી ઉપર રોડ રસ્તા ઉપર ટ્રાફીક ને નડતર રૂપ ગલ્લા છજા શેડ તોડવા ની નોટિસ આપ્યા બાદ પ્રાંત અધિકારી મામલતદાર ચીફ ઓફિસર ની ઉપસ્થિતિ મા પોલીસ બંદોબસ્ત સાથે 100 થી વધુ લારી ગલ્લા હટાવવા ની સાથો સાથ આનંદપુરા ચોકડી ઉપર આવેલ શહેર નો પાયો નાખનાર હાશિમ શહીદ કોટવાળ ની દરગાહ પાસે હઝરત મકતુમશાહ જલાલી બાવા ની દરગાહ ની બાજુની દિવાલ ઉપર પાલીકા એ જેસીબી મશીન દ્વારા દિવાલ તોડી પાડતાં પ્રશાસન દ્વારા કારણ વગર નો વિવાદ ઊભો કરતા મુસ્લિમ સમાજ નો દિલ દુભાતા આનંદપુરા ચોકડી ઉપર મુસ્લિમ યુવકો પોહચ્યા હતા જોકે તે પહેલાં પાલીકા દ્વારા દિવાલ તોડી પડાઇ હતી. હાલ મા દરગાહ ના વિવાદ ને સમાજ દ્વારા કોઈ કાર્યક્રમ રચાય તો નવાઈ નથી





