BODELICHHOTA UDAIPURGUJARAT

પાવીજેતપુર–છોટાઉદેપુર–ફેરકુવા હાઈવે પર માર્ગ સુધારણા કાર્ય પ્રગતિ પર

 છોટાઉદેપુર જિલ્લામાંથી પસાર થતા નેશનલ હાઈવે–56 પર રાષ્ટ્રીય ધોરીમાર્ગ પેટા વિભાગ બોડેલી દ્વારા માર્ગ સુવિધા અને વાહનચાલકોની સુરક્ષા વધારવા માટે વિવિધ કામગીરી હાથ ધરવામાં આવી છે. જેમાં પાવી જેતપુરથી છોટાઉદેપુર તથા ફેરકુવા સુધીના માર્ગ પર જંગલ કટીંગ, સોલ્ડરની સફાઈ, પેચવર્ક, વૃક્ષોનું રંગકામ તેમજ રોડ સ્ટ્રક્ચરનું રંગકામ જેવી કામગીરી ઝડપથી ચાલી રહી છે.

 

આ રોડ મેન્ટેનન્સ કાર્ય પૂર્ણ થતાં વાહનચાલકોને મુસાફરીમાં સરળતા, સુગમતા તેમજ માર્ગ અકસ્માતોમાં ઘટાડો થવાની સંભાવના રહેશે.

 

રિપોર્ટર તોસીફ ખત્રી

Back to top button
error: Content is protected !!