MEHSANAVIJAPUR

મુંબઈ મહારાષ્ટ્ર ખાતે ગ્રીન ગ્લોબલ ફાઉન્ડેશન ચલાવતા ધમેન્દ્રભાઈ એ ઋષિવન દેરોલ ની મુલાકાત લીધી

ગ્રીન ગ્લોબલ બિગ્રેડ સિમ્બોલિક થી ગ્રીન એમ્બેસેડર જીતુભાઈ પટેલ નુ સન્માન કરાયું

મુંબઈ મહારાષ્ટ્ર ખાતે ગ્રીન ગ્લોબલ ફાઉન્ડેશન ચલાવતા ધમેન્દ્રભાઈ એ ઋષિવન દેરોલ ની મુલાકાત લીધી
ગ્રીન ગ્લોબલ બિગ્રેડ સિમ્બોલિક થી ગ્રીન એમ્બેસેડર જીતુભાઈ પટેલ નુ સન્માન કરાયું
વાત્સલ્યમ્ સમાચાર
સૈયદજી બુખારી વિજાપુર
સેવાકાર્યમાં ક્યારેય સિદ્ધિઓની સીમા નથી હોતી ત્યારે સેવા કાર્ય એવા કરાય કે એની સુવાસ આખા જગત માં ફેલાય છે.કઈક આવાજ સેવા કાર્યની સુવાસ ગુજરાત થી લઈ મહારાષ્ટ્ર સુધી પોહચી મહેકી ઉઠી છે. પર્યાવરણ ના પ્રેમી ગુજરાતના ગ્રીન એમ્બેસેડર જીતુભાઇ દ્વારા પર્યાવરણ સુધ્ધ બનાવવા માટે લાખો ની સંખ્યા મા વૃક્ષ અને છોડ નુ જતન કરવા મા આવ્યુ છે આજે તેમના જીવન માંથી પ્રેરણા લેતા લાખ્ખો ની સંખ્યા માં લોકો એ વૃક્ષો નુ રોપણ કર્યું છે.વૃક્ષા રોપણ અસ્તિત્વમાં આવતા સમગ્ર સજીવ સૃષ્ટિ માટે એક મોટા સેવકાર્યનો યજ્ઞ શરૂ થયો છે. ત્યારે જીતુભાઈ પટેલના આ સેવા કાર્ય થી પ્રસન્ન થયેલા મહારાષ્ટ્રના મુંબઈના ધર્મેન્દ્રભાઈ પોતે ગુજરાત આવી ઋષિવનની મુલાકાત લીધી હતી.મુંબઈ થી આવેલા અતિથિ એ ઋષિવન ખાતે ના વન જંગલ વૃક્ષો અને ખીલેલી વાડી ઓથી કુદરતી વાતાવરણ અનુભવતા તેમનું મન પ્રફુલ્લિત બન્યું હતું. જોકે તેમને ઋષિવન આવવા પાછળનો હેતુ ગ્રીન એમ્બેસેડર જીતુભાઇને રૂબરૂ મળવાનો હોઈ તેઓ ઋષિવનના જંગલને માંણતા દૂર સુધી જતા અંતે જીતુભાઇને મળ્યા હતા. જ્યાં ધર્મેન્દ્રભાઈ એ પોતે બનાવેલ ગ્રીન ગ્લોબલ બ્રિગેડના સિમ્બોલિક એવોર્ડને જીતુભાઇને આપી તેમને સન્માનિત કર્યા હતા. અને જીતુભાઈ અને તેમની ટીમ દ્વારા કરાતા સેવાકાર્યોને બિરદાવ્યા હતા. તો જીતુભાઈ હાલમાં વરસી રહેલ વરસાદમાં કબીર વડ સહિતનું વાવેતર કર્યું હતું

Back to top button
error: Content is protected !!