
વિજાપુર શાળા નમ્બર 2 ખાતે રાષ્ટ્રીય તમાકુ નિયંત્રણ કાર્યક્રમ અંતર્ગત ચિત્ર સ્પર્ધા
વાત્સલ્યમ સમાચાર
સૈયદજી બુખારી વિજાપુર
વિજાપુર ખાતે રાષ્ટ્રીય તમાકુ નિયંત્રણ કાર્યક્રમ હેઠળ જિલ્લા ટોબેકો સેલ મહેસાણા તથા તાલુકા હેલ્થ કચેરી વિજાપુરના માર્ગદર્શન હેઠળ અર્બન હેલ્થ કચેરી દ્વારા ચિત્ર સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ સ્પર્ધા પી.એમ. શ્રી પ્રાથમિક શાળા નં. 2, વિજાપુર ખાતે સફળતા પૂર્વક યોજાઈ હતી.
કુલ 20 વિદ્યાર્થીઓએ સ્પર્ધામાં ઉત્સાહભેર ભાગ લીધો હતો. બાળકો એ વ્યસનના કારણે શરીરને થતા નુકસાન, પર્યાવરણ પરની અસર તથા સામાજિક નુકસાન અંગે જાગૃતિ લાવતા આકર્ષક ચિત્રો દોર્યા હતા. ઉપરાંત, તમાકુ અધિનિયમ–2003 અંતર્ગત જનજાગૃતિનો સંદેશ પણ બાળકો એ પોતાના ચિત્રોમાં રજૂ કર્યો હતો.
સ્પર્ધામાં વિજેતા વિદ્યાર્થીઓને ઇનામો આપીએ હતા, જ્યારે તમામ ભાગ લેનાર બાળકોને આશ્વાસન ઇનામ આપવામાં આવ્યા હતા. આ પ્રસંગે તાલુકા હેલ્થ સુપરવાઈઝર મુકેશ ચૌહાણ દ્વારા વિદ્યાર્થીઓને વ્યસનમુક્ત રહેવાનો સંકલ્પ લેવડાવવામાં આવ્યો હતો.
કાર્યક્રમને સફળ બનાવવા માટે અર્બન હેલ્થ ઓફિસર વિજાપુર, સંગીતાબેન પટેલ, દર્શન પટેલ, સુરેશ ચૌહાણ સહિતના અધિકારીઓ તથા શાળાના આચાર્યશ્રી અને શિક્ષકશ્રીઓએ વિશેષ યોગદાન આપ્યું હતું.




