
વિજાપુરમાં કોંગ્રેસની કારોબારી બેઠક યોજાઈ
ચૂંટણીઓને લઈ સંગઠન સક્રિય કરવા માર્ગદર્શન
વાત્સલ્યમ સમાચાર
સૈયદજી બુખારી વિજાપુર
વિજાપુર તાલુકા અને શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા કોંગ્રેસ કાર્યાલય ખાતે કોંગ્રેસ કાર્યકરો ની સંગઠન મજબૂત બનાવવા માટે તેમજ આગામી દિવસો માં આવનારી જીલ્લા તાલુકા પંચાયત તેમજ નગર પંચાયત ની ચૂંટણીઓમાં કાર્યકરો માં ઉત્સાહ અને માર્ગદર્શન અંતર્ગત અગત્યની કારોબારી ની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં તાલુકા શહેરના હોદ્દેદારો, કારોબારી સભ્યો તથા કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.આબેઠકમાં મહેસાણા જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ બળદેવજી ઠાકોર ઉપસ્થિત રહી કાર્યકરોને માર્ગદર્શન આપ્યું હતું. તેમણે આવનારી ચૂંટણીમાં જીત હાંસલ કરવા માટે સંગઠનને વધુ મજબૂત બનાવવાની, બૂથ સ્તરે સક્રિયતા વધારવાની અને લોકો સુધી પક્ષની નીતિઓ પહોંચાડવાની જરૂરિયાત પર ભાર મુક્યો હતો. સાથે જ કાર્યકરોને એકતા સાથે કાર્ય કરવાની અપીલ પણ કરવામાં આવી હતી.




