
મહેસાણા યુથ કોંગ્રેસની કારોબારી બેઠક યોજાઈ, સંગઠન મજબૂત કરવા પર ભાર
વાત્સલ્યમ સમાચાર
સૈયદજી બુખારી વિજાપુર
મહેસાણા જિલ્લામાં આજે જિલ્લા યુથ કોંગ્રેસની કારોબારી મિટિંગ યોજાઈ હતી. આ બેઠકમાં ગુજરાત રાજ્ય યુથ કોંગ્રેસના પ્રભારી નિખિલજી ત્રિવેદી, જોન ઇનચાર્જ નીતિશભાઈ લાલન તથા મહેસાણા જિલ્લા પ્રભારી અવધભાઈ પટેલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા.
કારોબારી બેઠક દરમિયાન સંગઠનને વધુ સશક્ત બનાવવા, યુવાનોને કોંગ્રેસ સાથે જોડવા તેમજ તાલુકા સ્તરે યુથ કોંગ્રેસની કામગીરીને વધુ સક્રિય બનાવવાના મુદ્દાઓ પર વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. આગામી સમયમાં આવનારી રાજકીય પડકારોને ધ્યાનમાં રાખી યુથ કોંગ્રેસને મજબૂત ભૂમિકા ભજવવા માટે કાર્યકરોને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
બેઠકના અંતે તમામ કાર્યકરોએ કોંગ્રેસના વિચારોને ઘરઘર સુધી પહોંચાડવા અને સંગઠનના હિતમાં એકતાથી કાર્ય કરવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી.





