
વિજાપુર-હિંમતનગર હાઇવે પર રાજ ઑટો મોબાઈલમાં આગ: લાખ્ખોનું નુકસાન
વાત્સલ્યમ સમાચાર
સૈયદજી બુખારી વિજાપુર
વિજાપુર-હિંમતનગર હાઇવે રોડ ઉપર આવેલ રાજ ઑટો મોબાઈલ નામના ગેરેજમાં ગત મોડી રાત્રે અચાનક આગ લાગવાની ઘટના બની હતી. ગેરેજના સામાન મૂકવા માટે બનાવેલ જગ્યાએ રાખેલા વાહનોના પાર્ટસમાં આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.આગની જાણ નજીકમાં રહેતા જાગૃત નાગરિકોએ તાત્કાલિક ફાયર વિભાગને કરી હતી. જાણ થતાની સાથે જ ફાયર વિભાગની ટીમ કુલદીપભાઈની આગેવાની હેઠળ ઘટનાસ્થળે દોડી આવી હતી. ફાયર વિભાગના જવાનોએ પાણીનો મારો ચલાવીને ભારે જહેમત બાદ આગને કાબૂમાં લીધી હતી અને મોટી દુર્ઘટના થતી અટકાવી હતી.જોકે, આગ કયા કારણોસર લાગી તે અંગેનું ચોક્કસ કારણ હજુ સુધી જાણી શકાયું નથી. અન્ય કોઈ કારણસર આગ લાગી હોવાની શક્યતા સેવાઈ રહી છે.આ ઘટનામાં ગેરેજના માલિક દ્વારા અંદાજિત રૂ. 2,50,000/- (અઢી લાખ રૂપિયા) નું નુકસાન થયું હોવાનું આંકવામાં આવી રહ્યું છે. જોકે, માલ-સામાનના નુકસાન અંગેનું ચોક્કસ પંચનામું કે વધુ કોઈ સત્તાવાર કાર્યવાહી હજુ સુધી હાથ ધરવામાં આવી નથી. બનાવ અંગે પોલીસ દ્વારા પણ કોઈ કાર્યવાહી હજુ હાથ ધરાઈ નથી.




