વિજાપુર તાલુકામાં મણિપુરા–મહાદેવપુરા માર્ગ પર ખાનગી તબેલામાં આગ, અંદાજીત ₹3.50 લાખનું નુકસાન
વાત્સલ્યમ સમાચાર
સૈયદજી બુખારી વિજાપુર
વિજાપુર તાલુકાના મણિપુરા–મહાદેવપુરા–ગવાડા જતા માર્ગ પર આવેલ ખાનગી તબેલામાં આજે ઢળતી સાંજે અચાનક આગ ભભૂકી ઉઠતાં તબેલાની અંદર રાખેલ ધાસ, અંદાજીત 10 હજાર પૂળા ₹3.50 લાખ જેટલું નુકસાન થયું હોવાનું બહાર આવ્યું છે.આ તબેલો પટેલ મુકેશભાઈ વિહાભાઈ તથા પટેલ માધાભાઈ વિહાભાઈ ના તબેલામાં રાખેલા ધાસના પૂડા તથા રોજિંદા વપરાશનો માલ આગની લપેટે એકજ જાટકે બળી ખાખ થયો હતો. અકસ્માત ગ્રસ્ત ખેડૂત હાલમાં વરસાદની સ્થિતિને કારણે પહેલેથી જ કફોડી હાલતમાં હોય, આકસ્મિક દુર્ઘટનાએ નુકસાનની ચિંતા વધારી દીધી છે.
આગ ક્યાંથી લાગી તેના કારણો હાલ સ્પષ્ટ થયા નથી અને સમગ્ર મામલે તંત્ર દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે. ઘટનામાં કોઈ જાનહાની ન થતા રાહત અનુભવાઈ છે, પરંતુ લાખોનું નુકસાન થતા ખેડૂત પરિવારમાં ભારે વેદના વ્યાપી છે.






