GUJARATPADDHARIRAJKOT CITY / TALUKO
Rajkot: સ્વતંત્રતા પર્વ પર રાજકોટ જિલ્લાના પડધરી તાલુકા ખાતે “હર ઘર તિરંગા યાત્રા” યોજાઈ

તા.૧૩/૮/૨૦૨૪
વાત્સલ્યમ્ સમાચાર
ધારાસભ્યશ્રી દુર્લભજી દેથરીયા, પદાધીકારીશ્રીઓ, અધિકારીશ્રીઓ, વિદ્યાર્થીઓ અનરાધાર વરસાદમાં દેશના રંગે રંગાયા
Rajkot: વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણા અને માર્ગદર્શન હેઠળ સમગ્ર દેશમાં તા. ૮મી થી ૧૫મી ઓગસ્ટ દરમિયાન “હર ઘર તિરંગા” અભિયાનનું આયોજન કરવામાં આવી રહ્યું છે. ત્યારે રાજકોટ જિલ્લાના પડધરી તાલુકા ખાતે ધારાસભ્યશ્રી દુર્લભજી દેથરીયાના નેતૃત્વમાં પદાધીકારીશ્રીઓ, અધિકારીશ્રીઓ, વિદ્યાર્થીઓ અને ખુબ જ મોટી સંખ્યામાં નગરજનોએ મુખ્યમાર્ગો પર અનરાધાર વરસાદમાં પણ તિરંગા યાત્રા યોજીને દેશદાઝ જગાવી હતી.
આ હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત ૧૫ ઓગસ્ટ સ્વાતંત્ર્ય દિનની ઉજવણી પૂર્વે જન જનમાં રાષ્ટ્રપ્રેમ, દેશભક્તિ અને દેશદાઝ જગાવનારું રાષ્ટ્ર ચેતના અભિયાન બને તેવી નેમ રાખવામાં આવી હતી.





