
બ્યુરો રિપોર્ટ-બળવતસિંહ ઠાકોર
યુવા ક્ષત્રિય સેના પરિવાર દ્વારા સતત 14 વરસ થી કાર્યરત સેવા કેમ્પ યોજી સેવા કરી રહ્યા છે.
આ કેમ્પના ઉદ્ઘાટન માં પૂર્વ મુખ્યમંત્રી શકરસિંહ વાઘેલા ઉપસ્થિત રહ્યા
ભાદરવી પૂનમના મહા મેળા અંતર્ગત ઠેર ઠેર સેવા કેમ્પો જોવા મળી રહ્યા છે અને જય અંબે
જય અંબે રોડ ઉપર નારાઓ ગુંજતા સંભળાતાં હોય છે,
ત્યારે માં અંબાના ધામે ચાલતા પદયાત્રીઓ માટે સેવા કેમ્પનું તારગા સ્ટેશન ખાતે આયોજન કરવામાં આવ્યું
જેમાં ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા પણ ઉપસ્થિત રહ્યા સાથે સાથે સંતો મહંતો અને સમાજના આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા હતા અને શકરસિંહ વાઘેલાના હસ્તે રીબીન કાપી કેમ્પને ખુલ્લો મુકવામાં આવ્યો.
ઊંઝા ના ધારાસભ્ય કે.કે.પટેલ અને ખેરાલુના ધારાસભ્ય સરદારભાઈ ચૌધરી , રાજકીય અને બિન રાજકીય આગેવાનો અને વડનગર બાર પરા અને ચાર મેવાસ ના આગેવાન દિનેશજી ઠાકોર, જિલ્લા ભાજપ મહામંત્રી મહેશભાઈ પટેલ, વડનગર ભાજપ શહેર પ્રમુખ રાજુભાઈ મોદી તેમજ કાનાજી ઠાકોર , ભાજપ તા. પ્રમુખ કલાજી ઠાકોર હાજર રહ્યા હતા.
સેનાના અધ્યક્ષ અભિજીતસિંહ બારડ,રામજીભાઈ ઠાકોર,નટુભા બારડ અને જયસિંહ પરમાર અને તેમની ટીમ દ્વારા આવેલ મહેમાનોનું વાજતે ગાજતે સ્વાગત કરવામાં આવ્યું.
આ કેમ્પમાં પ્રસાદમાં મગ-માજુમ અને મેડિકલ તથા આરામ વ્યવસ્થા પણ કરવામાં આવેલ છે.
આ કેમ્પ એક એવો અનોખો કેમ્પ છે કે ત્યાં ગુજરાતી નામી અનામી કલાકારો આવે છે અને તેમના સુર સંગીતથી મશગૂલ કરતાં હોય છે અને સંગીતના તાલે પદયાત્રીઓને ગરબે રમાડે છે ,આજુ બાજુ ગામના અને ચાલતા પદયાત્રીઓ અને પબ્લિકનો માહોલ વધુ જોવા મળે છે નામી અનામી કલાકારો ના સુર સંગીત નો અવાજ માણવા અને ગરબે રમવા માટે રાત્રે ખૂબ મોટી સંખ્યામાં ભીડ જોવા મળે છે.





