MEHSANAMEHSANA CITY / TALUKO

૨૭ મી સપ્ટેમ્બર ૨૦૨૪ ના રોજ પોલીસ પરેડ ગ્રાઉન્ડ મહેસાણા ખાતે ગરીબ કલ્યાણમેળો યોજાશે

કલેકટરશ્રી એમ.નાગરાજની અધ્યક્ષતા હેઠળ ગરીબ કલ્યાણમેળાના આયોજનની બેઠક યોજાઈ

અહેવાલ:-બળવતસિંહ ઠાકોર,

કલેકટરશ્રી એમ.નાગરાજનની અધ્યક્ષતા હેઠળ ગરીબ કલ્યાણમેળાના પૂર્વ આયોજન માટેની બેઠક યોજાઇ હતી. ૨૭મી સપ્ટેમ્બર ૨૦૨૪ ના રોજ પોલીસ પરેડ ગ્રાઉન્ડ, મહેસાણા ખાતે યોજાનારા ગરીબ કલ્યાણ મેળામાં અંગે મેળાના નોડલ ઓફિસરશ્રી અને નાયબ જિલ્લા વિકાસ અધિકારીશ્રી પંચાયત આર.જે શાહ સહ ગરીબ કલ્યાણમેળાની પૂર્વ તૈયારી સંદર્ભે તમામ વિભાગના અધિકારીશ્રીઓ સાથે સમીક્ષા બેઠકમાં કાર્યક્રમને સફળ બનાવવા માટેની છણાવટ કરવામાં આવી હતી.
કલેકટરશ્રીએ આ તકે સંબંધિત તમામ અધિકારીશ્રીઓને જણાવ્યું હતું કે, ગરીબ કલ્યાણ મેળા દરમિયાન ૧૫૧૬ લાભાર્થીઓને રૂપિયા ૨૧૬.૮૫ લાખની સાધન સહાય અને ચેક વિતરણ કરવામાં આવશે. લાભાર્થીઓ તેમજ સાધન સહાયની વ્યવસ્થાઓ અંગે સાવચેતી રાખવી તેમજ સુચારું રૂપે ગરીબ કલ્યાણ મેળાનો કાર્યક્રમ પૂર્ણ થાય એ માટે સક્રિય ભાગીદારીથી ટીમ મહેસાણા તરીકે કામ કરીશું એમ કલેક્ટરશ્રીએ વધુમાં જણાવ્યું હતું. ગરીબ કલ્યાણ મેળાના નોડલ ઓફિસરશ્રી નાયબ જિલ્લા વિકાસ અધિકારી પંચાયત શ્રી આર.જે શાહે સમગ્ર ગરીબ કલ્યાણ મેળાના આયોજન વિશે વિગતો પૂરી પાડી હતી તેમજ સંબંધિત અધિકારીશ્રીઓ પાસેથી જરૂરી માહિતી પણ મેળવી હતી.

આ બેઠકમાં નિવાસી અધિક કલેકટરશ્રી સાવલિયા, જિલ્લા વિકાસ અધિકારીશ્રી ડો. હસરત જૈસ્મીન, નાયબ જિલ્લા વિકાસ અધિકારી મહેસુલશ્રી બીરેનભાઈ પટેલ, વિસનગર પ્રાંત અધિકારીશ્રી દેવાંગભાઈ રાઠોડ સહિત તમામ તાલુકા વિકાસ અધિકારીશ્રીઓ, મામલતદાર શ્રીઓ સંબંધિત વિભાગના અધિકારીશ્રીઓ સર્વે ઉપસ્થિત રહ્યા હતા.

Back to top button
error: Content is protected !!