MEHSANAVIJAPUR

વિજાપુરમાં “સોમૈયો” પ્રસંગ નિમિત્તે ભવ્ય ધાર્મિક કાર્યક્રમો યોજાયા

વિજાપુરમાં “સોમૈયો” પ્રસંગ નિમિત્તે ભવ્ય ધાર્મિક કાર્યક્રમો યોજાયા
વાત્સલ્યમ સમાચાર
સૈયદજી બુખારી વિજાપુર
વિજાપુર તાલુકાના શ્રીરામ પાર્ક, સોસાયટી રોડ વિસ્તારમાં આવેલ પ.પૂ. સંતશ્રી બોળા બાપજીની અમર ગાદીએ ધાર્મિક “સોમૈયો” નો પ્રસંગ ભક્તિભાવ અને શ્રદ્ધાપૂર્વક યોજાયો હતો. આ કાર્યક્રમ પ.પૂ. સંતશ્રી બોળા બાપજીની તિથિ નિમિત્તે આયોજિત કરવામાં આવ્યો હતો, જેમાં મોટી સંખ્યામાં ભક્તજનો ઉપસ્થિત રહ્યા હતા.આ પ્રસંગે અનેક નામી મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. જેમાં તાલુકાના ધારાસભ્ય ડૉ. સી. જે. ચાવડા ખાસ હાજરી નોંધાવી કાર્યક્રમની શોભા વધારી હતી. આ સાથો સાથ એ.પી.એમ.સી.ના ચેરમેન શલ રાજુભાઈ સાંકાભાઈ પટેલ, જિલ્લા સદસ્ય અર્પિતાબેન મૂલચંદભાઈ પટેલ (જિલ્લા પંચાયત, મહેસાણા) તેમજ ગોવિંદપુરા જુથ પંચાયતના પૂર્વ સરપંચ માધુભાઈ પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતા.આ સમગ્ર કાર્યક્રમનું આયોજન પ.પૂ. સંતશ્રી બોળા બાપજી અમર ગાદી ના સર્વ ભક્તો અને અમર ગાદી ના મુખ્ય કાર્યકર્તા મણિપુરા ગામના બાબુ ભાઈ પટેલ દ્વારા સુવ્યવસ્થિત રીતે કરવામાં આવ્યું હતું. આયોજકો દ્વારા તમામ ધર્મપ્રેમી ભક્તજનોને આ પવિત્ર “સોમૈયા” પ્રસંગે હાજરી આપી પ.પૂ. બોળા બાપજીના દર્શન કરીને ધર્મલાભ લઈ ધન્યતા અનુભવી હતી.કાર્યક્રમ દરમિયાન ભક્તજનો માટે પ્રસાદીનું આયોજન કરવામાં આવ્યું હતું. તે સાથે દાતાઓનું પણ સન્માન કરવામાં આવ્યું હતું તેમજ મહેમાનોનું આત્મીય સ્વાગત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ધ્વજારોહણ કાર્યક્રમ પણ દાતાઓના હસ્તે ભવ્ય રીતે સંપન્ન થયો હતો.આ સમગ્ર ધાર્મિક કાર્યક્રમ માં આસપાસ ના પંથક માંથી લોકો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

Back to top button
error: Content is protected !!