
વિજાપુરમાં મહાન વલી દાદા સરકાર સૈયદ ફકીર મુહમ્મદ દાદા બાવા ના ઉર્ષની ભવ્ય ઉજવણી કરાઈ
વાત્સલ્યમ સમાચાર
સૈયદજી બુખારી વિજાપુર
વિજાપુર શહેરમાં આવેલા મહાન વલી દાદા સરકાર સૈયદ ફકીર મુહમ્મદ દાદા બાવાની દરગાહ ખાતે દર વર્ષની જેમ આ વર્ષે 2025 માં પણ રજબ માસની 16 મી રજબ ના રાત્રી ના સંદલ તેમજ 17મી રજબ ના દિવસે ઉર્ષ મહોત્સવ મુસ્લિમ સમાજના લોકો દ્વારા ધામધૂમ પૂર્વક અને ભવ્ય રીતે ઉજવવામાં આવ્યો હતો.
દરગાહ ના ટ્રસ્ટી પ્રમુખ ઝાકીર હુસૈન સૈયદ, ઇરફાન ભાઈ મલેક, જીલાની ખાન પઠાણ,ખાલીદ હુસેન સૈયદ,સૈયદ મુહમ્મદ હાશિમ બુખારી સહિત કારોબારી દ્વારા સુંદર આયોજન કર્યું હતુ. દરગાહ ના દિવાન કાલુ શાહ દ્વારા લોબાન સાંજે ફેરવવા માં આવ્યું હતું. ઉર્ષમાં ના પ્રસંગ ની એક તહેવાર સ્વરૂપે ઉજવણી કરવામાં આવી હતી.




