
વિજાપુર આર આર એચ મહીલા કોલેજ ખાતે ગુજરાત મહિલા આર્થિક નિગમ લી. ગાંધીનગર પ્રેરિત મહિલા કલ્યાણ દિવસની ઉજવણી કરાઇ
242 મહીલા એ કેમ્પ નો લાભ લીધો 166 મહીલાઓનું સર્વાઇકલ સ્ક્રીનીંગ કરાયું
વાત્સલ્યમ સમાચાર
સૈયદજી બુખારી વિજાપુર
વિજાપુર શ્રીમતી.આર.આર.એચ પટેલ મહિલા આર્ટસ કોલેજ ખાતે મફત કેન્સર નિદાન( બ્રિસ્ટ કેન્સર અને સર્વાઇકલ કેન્સર) કેમ્પ યોજાયો હતો અમદાવાદ સિવિલ હોસ્પિટલ માંથી કેન્સર વિભાગમાંથી ડોક્ટરોની ટીમ એમ્બ્યુલન્સ વાન સાથે આવી હતી જેમાં 242 મહિલાઓનું પરીક્ષણ કરવામાં આવ્યું હતુ નારી વદન સપ્તાહ અંતર્ગત રાજ્ય ની મહિલાઓ સામાજિક,આર્થિક ,માનસિક અને શારીરિકે રીતે સપન્ન અને સમાજ માં માનભેર અને ગૌરવભેર આગળ વધે તે માટે અમદાવાદ ગુજરાત કેન્સર રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ થી આવેલ કેન્સર રથ દ્રારા બ્રેસ્ટ કેન્સર અને સર્વાઇકલ કેન્સર સ્ક્રીનીંગ કેમ્પ નું ધારાસભ્ય સી જે ચાવડાએ દીપ પ્રાગટ્ય કરી ખુલ્લો મુકવામાં આવ્યો હતો.આ પ્રસંગે ડો મોહિત મકવાણા દ્વારા આવેલ મહિલાઓ ને બ્રેસ્ટ કેન્સર અને સર્વાઇકલ કેન્સર ની માહિતી આપી હતી .તેમજ પોતાની જાતે તપાસ કેવી રીતે કરી શકાય તેની માહિતી આપી હતી.મહિલા બાળ વિભાગ ના ભારતીબેન દ્રારા મહિલાઓ માટેની રાજ્ય સરકાર ની જુદી જુદી યોજના ઓની માહિતી પુરી પાડી હતી આ કેમ્પ મા કુલ 242 બેનો એ લાભ લીધો હતો.કેન્સર રથ દ્રારા 200 બેનો બ્રેસ્ટ સ્ક્રીનીંગ કરવામાં આવ્યું હતું જેમાં 9 બેનો ની મેમોગ્રાફી કરવામાં આવી.166 બેનો નું સર્વાઇકલ સ્ક્રીનીંગ કરવામાં આવ્યું હતુ .સમગ્ર કાર્યક્રમનું આયોજન મહિલા કોલેજના પ્રિન્સિપાલ ડો. સુરેશભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ ડો.જાગૃતીબેન પટેલે કર્યું હતું. સહાયક તરીકે ડો.જીજ્ઞાબેન વોરા એ ભૂમિકા ભજવી હતી.આ પ્રસંગે તાલુકાના ધારાસભ્ય ડો.સી. જે ચાવડા આશ જ્યુકેશન ટ્રસ્ટના ટ્રસ્ટીઓ બી કે પટેલ અશોકભાઈ પટેલ રાજુભાઈ પટેલ તેમજ મહેસાણા બાળ કલ્યાણ ના અધિકારી ગઢવી તેમજ તાલુકા હેલ્થ અધિકારી ચેતન ભાઈ પ્રજાપતિ તેમજ મુકેશ ભાઈ ચૌહાણ સહિત જુદા જુદા સીએસસી અને પીએસસી સેન્ટરોના ડોક્ટરો ની ટીમ હાજર રહી હતી.





