
અરવલ્લી
અહેવાલ :હિતેન્દ્ર પટેલ
રેલ્લાંવાડા : બીટી છાપરા વિસ્તારમા મીની વાવાઝોડું ફૂંકાયું, રસ્તા પર વૃક્ષો ધરાશય, ઠેર ઠેર વીજતાર તૂટ્યા, મહુડાના વૃક્ષો ધરાશય, તબેલાના શેડ ઉડ્યા,ઘરના પતરા પણ ઉડ્યા

અરવલ્લી જિલ્લાની અંદર વરસાદની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી હતી જેને અનુસંધાને અરવલ્લી જિલ્લાના મેઘરજ તાલુકાના ગ્રામ્ય વિસ્તારની અંદર અચાનક જ બપોરના સમય વાતાવરણમાં પલટો આવ્યો હતો અને સાંજના પાંચથી છ કલાકના સમય દરમિયાન મીની વાવાઝોડું ફૂંકાયું હતું જેના કારણેરેલ્લાંવાડા વિસ્તારના બીટી છાપરા વિસ્તારની અંદર રોડ ઉપર ઠેર ઠેર વૃક્ષો ધરાશાય થયા હતા તેમ જ તબેલાના શેડ પણ ઉડ્યા હતા અને બીજી તરફ મહુડાના 20 થી 25 જેટલા વૃક્ષો ધરાશાય થયા હતા ત્યારે વાવાઝોડાના કારણે કેટલીક જગ્યાએ વાહન ચાલકો ને મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો હતો .ખેતરમાં પણ વીજ તાર ઠેર ઠેર ધરાશાયા થયા હતા અને વીજ પુરવઠો બંધ થયો હતો. આમ અચાનક 5 મિનિટના મીની વાવાઝોડા એ કેટલીક જગાએ તબાહી મચાવી હતી અને તત્કાલીક ધોરણે ગેડ સરપંચ ધ્વારા અને સ્થાનિક આગેવાનો ની જહેમત થી JCB થી કામગીરી હાથ ધરી વૃક્ષો ને હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી બીજી તરફ મકાનના પતરા ઉડ્યાની ઘટના બની હતી જેની અંદર નવા કુવા ગેડ ગામે પ્રકાશ ગલજીભાઈ દાંમા મકાનના પતરા પણ ઉડ્યા હતા અને નુકસાન વેઠવાનો વારો આવ્યો હતો







