
વિજાપુર થી હિંમતનગર જોડતો દેરોલ સાબરમતી પુલ ઉપર થી ચાલીને સામે છેડે જવા પર હિંમતનગર ગ્રામ્ય પોલીસે પ્રતિબંધ લગાવતા લોકો માં રોષ
મામલતદાર ને લોકોએ આવેદનપત્ર આપતા દેરોલ પુલ ચાલી જવા માટે ખુલ્લું કરાયું
વાત્સલ્યમ્ સમાચાર
સૈયદજી બુખારી વિજાપુર
વિજાપુર શહેર માંથી હિંમતનગર તરફ જવા માટે સાબરમતી દેરોલ પુલ ઉપર થી થઈને વેપારીઓમી વિદ્યાર્થીઓની તેમજ નોકરીયાતોની કાયમી અવર જવર હોય છે. હિંમતનગર જવા માટે નજીકનો રોડ છે. હાલમાં પુલ ની ક્ષતિ ના કારણે અવર જવર કરતા મોટા વાહનો ઉપર તંત્ર દ્વારા પ્રતિબંધિત કરાયો છે. નોકરીયાતો ને વહીવટી તંત્ર દ્વારા પ્રસિદ્ધ કરેલા જાહેરનામા મુજબ વિજાપુર મહુડી ચોકડી અનોડીયા પ્રાંતિજ થઈ હિંમતનગર જવા વૈકલ્પિક રસ્તો ડાયવર્ટ કરાયો છે. જે વાહનો માં જતા એક કલાકથી વધુ સમય પોહચવા માં નીકળી જાય છે. જે કાયમી અવર જવર કરતા લોકોએ હવે પુલ ઉપર થી પગપાળા ચાલી સામે છેડે જવાનું ચાલુ કરાયું હતું. થોડા દિવસ પહેલા સામે છેડે ઊભી રહેતી સાબરકાંઠા ગ્રામ્ય પોલીસ સાથે પુલ ઉપર થી પસાર થતા કેટલાક રાહદારીઓ સાથે થતા ઘર્ષણ ના કારણે હિંમતનગર ગ્રામ્ય પોલીસે ગઈ કાલે ગુરુવારે જાહેરનામુ બહાર પાડી દેરોલ પુલ ઉપર થી રાહદારીઓ ની અવર જવર ઉપર પ્રતિબંધ લગાવી રસ્તો બંધ કર્યો હતો. જેનાથી તકલીફ માં મુકાયેલ લોકો મામલતદાર કચેરીએ પહોંચી નાયબ મામલતદાર અનિલ ભાઈ પટેલ ને આવેદન પત્ર આપી પુલ ઉપર થી રાહદારીઓ માટે અવર જવર ચાલુ કરવા મામલતદાર ને આવેદનપત્ર આપ્યું હતું. હિંમતનગર પોલીસ અને તંત્ર ની સામે છેડે વાતચીત બાદ દેરોલ પુલ ઉપર થી રાહદારીઓ માટે અવર જવર ચાલુ કરાઇ હતી. જોકે ઘણા સમયથી પુલની સ્થિતિના કારણે હાલ માં ભારે વાહનો ની અવર જવર બંધ હોવાથી તાલુકા ના સ્થાનીક બજાર તેમજ ખેતીવાડી બજાર ઉપર ભારે અસર પડી છે. ખાસ કરીને હિંમતનગર થી ખેતી પેદાશ ની વસ્તુ લઈ આવતા મોટા ભાગના લોકો ખરીદી વેચાણ માટે આવતા ખેડૂતો બંધ થઈ ગયા છે. હાલ માં લોકો બંધ કરાયેલો પુલ ચાલુ કરવા માટે તંત્રના નિર્ણય માટે લોકો રાહ જોઈ ને બેઠા છે.




