MEHSANAVIJAPUR

વિજાપુરમાં ઍત્તેકાફ કરનાર યુવાનોનું સન્માન — પવિત્ર ઈબાદતથી ગુંજ્યાં મસ્જિદો યુવા તનજીલ અલી સૈયદે ઍત્તેકાફ ના16 વર્ષ પુરા કર્યા

વિજાપુરમાં ઍત્તેકાફ કરનાર યુવાનોનું સન્માન — પવિત્ર ઈબાદતથી ગુંજ્યાં મસ્જિદો યુવા તનજીલ અલી સૈયદે ઍત્તેકાફ ના16 વર્ષ પુરા કર્યા

oppo_0
oppo_0

વાત્સલ્યમ સમાચાર
સૈયદજી બુખારી વિજાપુર
વિજાપુર શહેરની વિવિધ મસ્જિદોમાં પવિત્ર રમઝાન માસ દરમિયાન મુસ્લિમ સમાજના યુવાનો દ્વારા દસ દિવસ સુધી ઍત્તેકાફમાં બેસીને ખુદાની ઈબાદત કરવામાં આવી હતી. આ અવસરે મસ્જિદો ઈબાદત, તિલાવત અને તૌબા-ઇસ્તિગફાર પઢી દુવાઓ કરવામાં આવી હતી, જેનાથી આધ્યાત્મિક માહોલ સર્જાયો હતો. ઇસ્લામમાં ઍત્તેકાફને વિશેષ મહત્વ આપવામાં આવ્યું છે. રમઝાનના છેલ્લાં દસ દિવસોમાં મસ્જિદમાં રહીને સંપૂર્ણ રીતે ઈબાદતમાં લીન થવું એત્તેકાફ કહેવાય છે. આ દરમિયાન મુસ્લિમ ભાઈઓ દુન્યવી કાર્યો થી દૂર રહીને માત્ર નમાજ, કુરાન પઠન અને દુઆમાં પોતાનો સમય વિતાવે છે. ઍત્તેકાફ દ્વારા આત્મશુદ્ધિ, અલ્લાહની નજીકતા અને શબે કદર જેવી પવિત્ર રાતની શોધનો લાભ મળે છે.
oppo_0
શહેરની અકશા મસ્જિદ ખાતે પણ યુવાનો દ્વારા ઉત્સાહપૂર્વક ઍત્તેકાફ કરવામાં આવ્યો હતો. જેમાં સૈયદ મુહમ્મદ હાસીમ બુખારી દ્વારા દસ દિવસ સુધી ઍત્તેકાફ બેસીને ઈબાદત કરવામાં આવી હતી, જ્યારે અંતિમ દિવસમાં મોઇન સૈયદ દ્વારા પણ ઍત્તેકાફમાં બેસીને ઈબાદત કરી હતી.જ્યારે ઇદગાહ ની મસ્જીદ માં દર રમજાન માસના એત્તેકાફ બેસનાર યુવા તનજીલ અલી સૈયદે રમજાન માસ નો એત્તેકાફનો 16મો વર્ષ પુરો કરી યુવા વર્ગ ને ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતુ આ પવિત્ર કાર્ય પૂર્ણ થતાં મસ્જિદ ખાતે એત્તેકાફ બેસનાર દરેક યુવાનોનું ફૂલગુચ્છ અર્પણ કરી સન્માન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે સમાજના અગ્રણીઓ અને યુવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી આ આધ્યાત્મિક કાર્યને બિરદાવ્યું હતું.
આવા ધાર્મિક કાર્યો દ્વારા સમાજમાં ધાર્મિક જાગૃતિ અને એકતા મજબૂત બનતી હોવાનું પણ ઉપસ્થિતોએ વ્યક્ત કર્યું હતું.

Back to top button
error: Content is protected !!