
વિજાપુર તાલુકામાં સેન્ટ જોસેફ સ્કૂલ પાસે અશ્વ દોડ અને અશ્વ ડાન્સ ની સ્પર્ધા પ્રથમ વખત યોજાઈ
70 જેટલા અશ્વ માલિકોએ સ્પર્ધા માં ભાગ લીધો
વાત્સલ્યમ સમાચાર
સૈયદજી બુખારી વિજાપુર
વિજાપુર તાલુકામાં સેન્ટ જોસેફ સ્કૂલ પાસે આવેલા મેદાન માં પ્રથમ વખત અશ્વ દોડ અને અશ્વ ડાન્સની સ્પર્ધા યોજાઈ હતી. જેનું આયોજન શ્રી શિવાય અશ્વ ગૃપ દ્વારા કરવા માં આવ્યું હતુ.આ સ્પર્ધા માં તાલુકાના આસપાસ ના તાલુકાઓ માંથી જીલ્લા માંથી 70 જેટલા અશ્વ ના માલિકો પોતાના અશ્વ સાથે ઉપસ્થિત રહ્યા હતા. આયોજકો એ સ્પર્ધા માં ભાગ લેનાર અશ્વ માલિકો નુ સાલ ઓઢાડી સન્માન કરવા માં આવ્યું હતું.આ સ્પર્ધામાં આયોજકો દ્વારા બે પ્રકાર ની સ્પર્ધા રાખવા માં આવી હતી. જેમાં અશ્વ દોડ અને અશ્વ ડાન્સ ની સ્પર્ધા રાખવા માં આવી હતી.શરૂઆત માં અશ્વ ડાન્સની સ્પર્ધા યોજાઈ હતી. જેમાં અશ્વ દોડ અને અશ્વ ડાન્સ નુ નિરીક્ષણ અશ્વ એક્સપર્ટ દ્વારા કરવા માં આવ્યું હતું. અશ્વ ડાન્સ ની સ્પર્ધા બાદ અશ્વ દોડ ની સ્પર્ધા રાખવા માં આવી હતી. આ સ્પર્ધાનુ તાલુકામાં પ્રથમ વખત શ્રી શિવાય ગૃપ દ્વારા તાલુકા માં અશ્વ પ્રેમીઓ ને પ્રોત્સાહન મળે તેવા હેતુ સાથે યોજવા માં આવી છે અશ્વ દોડ ની વિડિયોગ્રાફી કરી અશ્વ દોડ ના એક્સપર્ટ દ્વારા નિરીક્ષણ કરી વિજેતા જાહેર કરવા માં આવશે જેમાં પ્રથમ દ્વિતિય તૃતીય વિજેતાઓને ટ્રોફી અર્પણ કરવા માં આવશે આ સ્પર્ધા ને જોવા માટે આસપાસ થી લોકો મોટી સંખ્યા હાજર રહ્યા હતાં.





