
ખેડૂતોના હિતમાં એપીએમસી વિજાપુરનો મહત્વપૂર્ણ નિર્ણય
કિસાન સંઘ દ્વારા નિર્ણયનું સ્વાગત
વાત્સલ્યમ સમાચાર
સૈયદજી બુખારી વિજાપુર
વિજાપુર કૃષિ ઉપજ બજાર સમિતિ (એપીએમસી)ના ચેરમેન રાજુભાઈ પટેલ અને ૧૭ ડિરેક્ટર્સ દ્વારા ખેડૂતોના હિતમાં લેવામાં આવેલા મહત્વપૂર્ણ નિર્ણયનું કિસાન સંઘ દ્વારા હર્ષભેર સ્વાગત કરવામાં આવ્યું છે.કિસાન સંઘના પ્રમુખ અમૃતભાઈ પટેલે જણાવ્યું હતું કે એપીએમસીના ચેરમેન રાજુભાઈ પટેલના નેતૃત્વ હેઠળ લેવામાં આવેલા આ નિર્ણય મુજબ હવે ખેડૂતનો માલ વેચાયા બાદ તેનું વજન બજાર સમિતિના સત્તાવાર વજન કાંટામાં જ કરવાનું રહેશે. સૌથી અગત્યની બાબત એ છે કે આ વજનમાં કોઈપણ પ્રકારની કપાત નહીં કરવામાં આવે.તે ઉપરાંત હરાજીમાં નક્કી થયેલા ભાવ મુજબ થતી કિંમતનું સંપૂર્ણ બિલ ખેડૂતને આપવાનું રહેશે. વે-બ્રિજ પર થયેલા ચોખ્ખા વજનમાં કોઈ પણ પ્રકારની “વે-બ્રિજ ફરક”, “વધારાનું વજન” કે અન્ય કોઈ રજના નામે કપાત કરવામાં નહીં આવે, એવો પણ નિર્ણય લેવામાં આવ્યો છે.કિસાન સંઘે જણાવ્યું હતું કે એપીએમસીના આ પગલાથી ખેડૂતોને તેમના પાકનો યોગ્ય અને સંપૂર્ણ ભાવ મળશે. વેપારીઓ દ્વારા વજનમાં થતી કપાત તેમજ ક્વોલિટીના બહાને થતી કિંમતની હેરફેર પર અંકુશ આવશે.ખેડૂતોમાં આ નિર્ણયને લઇ આનંદની લાગણી છવાઈ ગઈ છે.ખેડૂતો ના હિતમાં એપીએમસીના આ મહત્વપૂર્ણ નિર્ણય ને ભાજપ તાલુકા પ્રમુખ હાર્દિક પટેલ શહેર પ્રમુખ અગન બારોટ કમલેશ કાકા તથા કિસાન સંઘના દ્વારા આ હિતલક્ષી પ્રયત્નોને બિરદાવ્યો હતો.




