વિજાપુર બાબા સાહેબ આંબેડકર ચોક વિસ્તાર માં પીવાની પાણીની લાઈન ગટર ની લાઈન જોઇન્ટ થઇ જતાં પીવાનું ગંદુ પાણી આવતું હોવાની રાવ
વાત્સલ્યમ્ સમાચાર
સૈયદજી બુખારી વિજાપુર
વિજાપુર બાબા સાહેબ આંબેડકર ચોક વિસ્તાર માં છેલ્લા ત્રણ માસ થી પીવાના પાણી ની લાઈન સાથે ગટર ની લાઈન જોઇન્ટ થઇ જવાના કારણે પીવાનું પાણી ગંદુ અને તીવ્ર વાસ વાળું આવતું હોવાની સ્થાનીક રહીશો માં ફરીયાદ ઉઠી છે. સ્થાનીક લોકો એ જણાવ્યું હતુંકે હાલમાં ડોહળુ તીવ્ર વાસ વાળુ પાણી આવે છે પીવાનું પાણી બહાર થી લાવીને ચલાવીએ છીએ સત્વરે પ્રશ્ન નો નિકાલ પાલિકા લાવે તેવી સ્થાનીક લોકો માંગ કરી છે આ બાબતે પાલિકા પુરવઠા વિભાગ પાર્થ ભાઈ પટેલ નો સંપર્ક કરતા જણાવ્યું હતુંકે બાબા સાહેબ આંબેડકર ચોક ના રહીશો ની ફરીયાદ આવી છે.જેના નિકાલ માટે કામગીરી ચાલુ છે.પીવાનું પાણીનુ ગટર ના પાણી સાથે ક્યાં થી કનેક્શન થઇ ને ડોહળું પાણી આવે છે તેની તપાસ ખાડા કરી કરવા માં આવી રહી છે. જે માટે છેલ્લા બાર દિવસ થી આઠ ફૂટ લાંબો ખાડો કરી ને ફોલ્ટ શોધી કાઢવા માં આવ્યો છે.લોકોના આરોગ્ય ને ધ્યાન માં રાખી ઊભો થયેલ પ્રશ્ન નો ત્રણ દિવસ માં પ્રશ્ન નો નિકાલ કરવા માં આવશે તેમ પાલિકા સૂત્રો એ જણાવ્યું હતું.




