MEHSANAVIJAPUR

વિજાપુર તાલુકાના બામણવા ગામે ગ્રામપંચાયતના નવનિર્મિત મકાનનું લોકાર્પણ

વિજાપુર તાલુકાના બામણવા ગામે ગ્રામપંચાયતના નવનિર્મિત મકાનનું લોકાર્પણ
વાત્સલ્યમ સમાચાર
સૈયદજી બુખારી વિજાપુર
વિજાપુર તાલુકાના બામણવા ગામે ગ્રામપંચાયતના નવનિર્મિત મકાનનું લોકાર્પણ માનનીય ધારાસભ્ય શ્રી સી.જે. ચાવડાના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું. આ નવા મકાનમાં ગ્રામ પંચાયતની કામગીરી વધુ સુદૃઢ બને તે હેતુસર અધતન સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી છે. લોકાર્પણ પ્રસંગે પૂર્વ ધારાસભ્ય રમણભાઈ પટેલ, એપીએમસીના ચેરમેન રાજુભાઈ પટેલ સહિત ગ્રામપંચાયતના સરપંચ, ઉપસરપંચ, સભ્યો તેમજ મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ દરમિયાન મહેમાનો દ્વારા ગ્રામ વિકાસ માટેના વિવિધ મુદ્દાઓ પર માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
નવાં ગ્રામપંચાયત મકાનથી ગ્રામજનોને વહીવટી કામગીરીમાં વધુ સુવિધા મળશે અને વિકાસલક્ષી કામોને વેગ મળશે તેવું વક્તાઓએ જણાવ્યું હતું. પ્રસંગ અંતે ગ્રામપંચાયત દ્વારા ઉપસ્થિત મહેમાનોનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.

Back to top button
error: Content is protected !!