જોટાણા ના સુરજ ગ્રામ પંચાયત હોલ ખાતે ONGC મેહસાણા એસેટ દ્વારા પ્લાસ્ટિક રિસાયક્લિંગ માટે પહેલ શરૂ કરાઇ
વાત્સલ્યમ્ સમાચાર
સૈયદજી બુખારી વિજાપુર
જોટાણા તાલુકાના સુરજ ગામે ONGC અને પર્યાવરણ શિક્ષણ કેન્દ્રના સહયોગથી પ્લાસ્ટિક વેસ્ટ મેનેજમેન્ટ સંદર્ભે ફ્લેગ ઓફ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. આ કાર્યક્રમમાં ONGCના અધિકારી ગજેન્દ્ર જાંગડે તેમજ ધનંજય કુમાર હાજર રહ્યા. તેમજ સુરજ ગામમાંથી સરપંચ બાબુજી માથુરજી ઠાકોર, માજી સરપંચ ભોગીલાલ પટેલ, તેમજ ડેરીના પૂર્વ મંત્રી ગોવિંદભાઈ પટેલ, તલાટી કમ મંત્રી રોહિત ભાઈ મોદી, પંચાયત સભ્ય રેવાભાઈ પરમાર, અમરતજી ઠાકોર, કૈલાસ બેન પટેલ, ગ્રામજનોમાં વડીલ ભાઈઓ અને બહેનો પ્રોજેક્ટ રોચક ટીમના સભ્યો સાથે હાજર રહ્યા. હતા પ્રોજેક્ટ રોચક કોઓર્ડીનેટર નિલેશ પરમાર દ્વારા ONGC અધિકારી ગજેન્દ્ર જાંગડે, ધનંજય કુમાર અને સૂરજ ગ્રામ પંચાયતના અધિકારીઓનું સ્વાગત કાપડની થેલી આપી કરવામાં આવેલ. પ્રોજેક્ટ કોઓર્ડીનેટર નિલેશ પરમાર તથા પ્રોજેક્ટ ઓફિસર તરુણપટેલ અને જાગૃતિ બેન દ્વારા પ્રોજેક્ટ રોચકની શરૂઆતના તબક્કામાં જ્યાં, ૧૦૦ કિલો પ્લાસ્ટિક એકત્ર નહોતું થતું ત્યાંથી હાલમાં ૧૦૦૦૦ કિલો એટલે કે ૧૦ ટન જેટલું પ્લાસ્ટિક ભેગું કરવાની સફર, પડકારો, મુશ્કેલી સાથે લોક જાગૃતિથી પ્રાપ્ત થતી સફળતા વિશે ગ્રામ જનોને જાણકારી આપવા મા આવી હતી.અત્રે નોંધનીય છે કે આ ૧૦ ટન પ્લાસ્ટીક ઓએનજીસી દ્વારા સૂચિત કરાયેલ,સુરજ, ચાલાસણ, મેમદપુર, ગણપતપુરા, જાકાસણ, જોટાણા, મોદીપુર, અંબાસણ, સાંથલ, કાસલપુર, જગુદણ, હેબુવા, કોચવા, પુનાસણ, મેવડ, પાલેજ, ઊંડેલા, બલોલ, દેલોલી, ગમાન પૂરા જેવા ૨૦ ગામોમાંથી એકત્ર કરવામાં આવેલ છે.આ કાર્યક્રમમાં ONGC તરફથી ઉપસ્થિત અધિકારી ધનજય કુમાર દ્વારા પ્લાસ્ટિકનો ઓછો ઉપયોગ થાય તેવા પ્રયત્નો કરવા માટે દરેક ગ્રામજનોને સમજાવવામાં આવ્યું. ગામજનોને જાતે આ કામગીરી લાંબા સમય સુધી ચાલુ રાખવા પ્રોત્સાહિત કર્યા હતા.
ONGCના અધિકારી ગજેન્દ્ર જાંગડે સાહેબે સુરજ પ્લાસ્ટિક કલેક્શન સેન્ટર ની મુલાકાત લીધી અને પ્લાસ્ટિક વેસ્ટ મેનેજમેન્ટ અંતર્ગત પર્યાવરણ જાગૃતિ માટે પ્રોજેક્ટ રોચક દ્વારા થયૅલ પ્લાસ્ટીક વેસ્ટ મેનેજમેન્ટ માટે વધુ પ્રમાણમાં લોકભાગીદારી અને ગ્રામ જનોનો સહકાર મળે તે માટે રજુઆત કરી હતી
ઉપરાંત સુરજ પ્લાસ્ટિક કલેક્શન સેન્ટર પરથી ૧.૫ ટન પ્લાસ્ટિક એકઠું કરીને ગાડીમાં રિસાયકલીંગ માટે મોકલવાનું હોવાથી તેને ગ્રામજનો અને ONGC તરફથી ઉપસ્થિત અધિકારી દ્વારા ફ્લેગ ઓફ ઇવેન્ટમાં લીલી ઝંડી આપીને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો