MEHSANAVIJAPUR

વિજાપુર તમાકુ માર્કેટ ખાતે પાટીદાર સમાજ દ્વારા લગ્ન નોંધણી માં ફેરફાર કરવાની માંગણીઓ સાથે જન ક્રાંતિ સભા યોજાઈ

વિજાપુર તમાકુ માર્કેટ ખાતે પાટીદાર સમાજ દ્વારા લગ્ન નોંધણી માં ફેરફાર કરવાની માંગણીઓ સાથે જન ક્રાંતિ સભા યોજાઈ
વાત્સલ્યમ્ સમાચાર
સૈયદજી બુખારી વિજાપુર
વિજાપુર તમાકુ માર્કેટ ખાતે પાટીદાર સમાજ દ્વારા લગ્ન નોંધણીમાં ફેરફાર કરવાની માંગણી સાથે સરકારને આવેદન પત્ર આપવા આ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં જે કોઈ પણ સમાજની દિકરીઓ ભાગી જઈને લગ્ન કરે છે તેવી દિકરીઓના લગ્ન નોધણી માં ફેરફાર કરવા માટે તેમજ લગ્ન સમયે નોધણી દરમ્યાન દિકરીના માતાપિતાની સહી ફરજીયાત કરવા માટેના લગ્ન નોધણી દિકરીના રહેણાંક વિસ્તારમાં કરવામાં આવે એન્ટી રોમિયો સ્કોર્ડને કાર્યરત કરવામાં આવે લગ્ન નોધણીની જાણ દિકરીના માતાપિતાને 45 દિવસ અગાઉ જાણ કરવામાં આવે બહારનો સાક્ષી નહિ પણ જે વિસ્તારમાં લગ્ન નોંધણી વિસ્તારનો હોવો જોઈએ વ્યાજખોરી સટ્ટાખોરી સામે કડક કાયદો બનાવવામા આવે તેવી માંગણી સરકાર સમક્ષ મૂકવા માટે આ પાટીદાર ક્રાંતિ સભા યોજાઈ હતી. આ ક્રાંતિ સભામા ઉપસ્થિત વરુણ પટેલે ચોંકાવનારા ખુલાસા સાથે જણાવ્યું હતુ કે બનાસકાંઠા જીલ્લા ના ડીશા તાલુકાની નાનકડી ગ્રામપંચાયત માં વર્ષ 2020થી 2021 દરમ્યાન 159 જેટલા લગ્ન નોંધણી માં એકજ સાક્ષી અને એકજ ગૌર મહારાજ અને જોગમાયા નુ મંદિર બતાવવા માં આવ્યું છે. તલાટી એ કરેલા નોંધણી માં સાક્ષીઓ અને લગ્ન કરાવનાર બન્ને કોમન હતા. જેમાં લગ્ન નોંધણી માં દિકરીઓની ઉંમર 18 થી 22 વચ્ચે ની નોંધાયેલ છે. ખોટી રીતે થયેલ લગ્ન નોંધણી ની જો સરકાર દ્વારા તપાસ કરવામાં આવે તો આવી ખોટી રીતે ઊભી કરવામાં આવેલ લગ્ન ની નોંધણીનો મોટું કૌભાંડ બહાર આવે તેમ છે. સરકાર પાસે વરુણ પટેલે આવા ખોટા લગ્ન કરાવનાર લોકો સામે કડક કાર્યવાહી કરવા માં આવે અને લગ્ન નોંધણી ની પ્રક્રિયા મા ફેરફાર કરવામાં આવે તેવી માંગ કરી હતી.આ સભામાં પાટીદાર સમાજના અગ્રણી વરુણ પટેલ, દિનેશ બાંભણિયા,પૂર્વ ધારાસભ્ય પીઆઈ પટેલ, બિલ્ડર જીગ્નેશ પટેલ ગીતા બેન પટેલ,બિલ્ડર, કનુ ભાઈ ચૌધરી, એડવોકેટ દર્શન પટેલ, સરપંચ દિપક પટેલ, ડાહ્યા ભાઈ પટેલ સહિત રજકીય આગેવાની પાટીદાર સમાજ ના લોકો મોટી સંખ્યામાં માં ઉપસ્થિત રહ્યા હતાં.

Back to top button
error: Content is protected !!