
સ્વચ્છતા એજ સેવા અભિયાન અંતર્ગત સ્વભાવ સ્વચ્છતા સંસ્કાર સ્વચ્છતા થીમ અન્વયે સમગ્ર જિલ્લામાં સ્વચ્છતા ઝુંબેશ પ્રારંભ
કલેકટરશ્રી એમ.નાગરાજને મહેસાણા તાલુકાના જોરણગ ગામે આજરોજ જીલ્લા કક્ષાના સ્વચ્છતા હી સેવા કાર્યક્રમનો પ્રારંભ કરાવ્યો હતો જયારે જીલ્લા વિકાસ અધિકારી શ્રી ડૉ. હસરત જૈસ્મીને વિસનગર તાલુકાના ઘાઘરેટ ગામે ઉપસ્થિત રહી વૃક્ષારોપણ એક પેડ માં કે નામ ,સ્વચ્છતાના શ્રમદાન અને સ્વચ્છતા હી સેવા લોન્ચ કાર્યક્રમમાં જોડાયા હતા. “સ્વચ્છતા એ જ સેવા-૨૦૨૪” અંતર્ગત મહેસાણા તાલુકાના જોરણગ ગામે ધારાસભ્યશ્રી મુકેશભાઈ પટેલ , ઊંઝા તાલુકાના નવાપુરા ગામે ઊંઝાના ધારાસભ્યશ્રી શ્રી કે.કે પટેલ , વડનગર તાલુકાના છાબલીયા ગામે ધારાસભ્યશ્રી સરદારભાઈ ચૌધરી એ, બેચરાજી તાલુકાના બેચર ગામે ધારાસભ્ય શ્રી ડો સુખાજી ઠાકોરે તેમજ “સ્વચ્છતા એ જ સેવા-૨૦૨૪” અંતર્ગત સૌએ પંચાયત સદસ્યો અને ગામના આગેવાનો અને તાલુકા તેમજ ગામના પાદાધિકારીશ્રીઓ અને અધિકારીશ્રીઓ દ્વારા શ્રમદાન પણ કરવામાં આવ્યુ હતુ.
ઉલ્લેખનીય છે કે મહેસાણા જિલ્લામાં સ્વચ્છતા એજ સેવા અભિયાન અંતર્ગત સ્વભાવ સ્વચ્છતા સંસ્કાર સ્વચ્છતા થીમ અન્વયે આ સ્વચ્છતા ઝુંબેશમાં દર અઠવાડિયે વિવિધ થીમ પર કામગીરીનો પ્રારંભ આજથી કરવામાં આવ્યો છે.
જેમાં તા ૧૭-૦૯-૨૦૨૪ થી ૨૨-૦૯-૨૦૨૪ સુધી આ અઠવાડિયા ની થીમ સ્વચ્છતા હી સેવા કાર્યક્રમનું ઉદ્ઘાટન સ્વચ્છતા હી સેવા લોગો સાથે સેલ્ફી પોઈન્ટ બનાવી સ્વચ્છતા અંગે જાગૃતિ કેળવવી. ઘરેથી સુકા-ભીના કચરાના વર્ગીકરણ માટે સામાજિક પરીવર્તણુંકીય સંચાર તથા લોક ભાગીદારી માટે અભિયાન કરવું. ગામડાઓમાં રહેલ બંધિયાર પાણી/ખાબોચિયાની સાફ સફાઈ કરાવવી તેમજ દવાઓનો છંટકાવ/ફોગીંગ મશીનનો ઉપયોગ/ક્લોરીનેશનની કામગીરી હાથ ધરવી વગેરે મુજબ જિલ્લાના ગામોમાં પ્રવૃતિઓ યોજવામાં આવી રહી છે.






