MEHSANAVIJAPUR

વિજાપુર તાલુકાના ખણુંસા અને પિલવાઈ ગામે 100 ડે ટીબી કેમ્પેઇન 2.0 અંતર્ગત નિઃશુલ્ક એક્સ-રે કેમ્પ યોજાયો 149 લોકોએ એક્સરે કેમ્પનો લાભ લીધો

વિજાપુર તાલુકાના ખણુંસા અને પિલવાઈ ગામે 100 ડે ટીબી કેમ્પેઇન 2.0 અંતર્ગત નિઃશુલ્ક એક્સ-રે કેમ્પ યોજાયો 149 લોકોએ એક્સરે કેમ્પનો લાભ લીધો
વાત્સલ્યમ સમાચાર
સૈયદજી બુખારી વિજાપુર
વિજાપુર તાલુકાના ખણુંસા તથા પિલવાઈ પી.એચ.સી. ખાતે “100 ડે ટીબી કેમ્પેઇન 2.0” અંતર્ગત નિઃશુલ્ક એક્સ-રે કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં જિલ્લા ક્ષય કેન્દ્ર તથા તાલુકા હેલ્થ કચેરીના માર્ગદર્શન હેઠળ ખણુંસા ગ્રામ પંચાયતના હોલ તેમજ પિલવાઈ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં આ આરોગ્ય સેવા યોજાઈ હતી.જેમાં કુલ 149 લાભાર્થીઓના એક્સરે લેવામાં આવ્યા હતા. આ કૅમ્પ ના કારણે ટીબી ના દર્દીઓને વહેલા માં વહેલા નિદાન માટે મહત્વપુર્ણ મદદ મળી હતી.આ કેમ્પમાં ટીબીના દર્દીઓ, તેમજ ડાયાબિટીસ પીડિતો, 18.5 થી ઓછા બી.એમ.આઈ. ધરાવતા લોકો, 60 વર્ષથી વધુ વયના નાગરિકો તેમજ તમાકુ અને આલ્કોહોલનો ઉપયોગ કરતા લોકોને ખાસ પ્રાથમિકતા આપી એક્સ-રે કરવામાં આવ્યા હતા. સાથે સાથે બી.પી., હિમોગ્લોબિન (એચ.બી.), આર.બી.એસ. અને બી.એમ.આઈ. જેવી જરૂરી આરોગ્ય તપાસો પણ કરવામાં આવી હતી.
આ સમગ્ર કેમ્પનુ સંચાલન આયુષ્યમાન આરોગ્ય મંદિર ખણુંસા તથા પિલવાઈના સ્ટાફ, ફીમેલ હેલ્થ વર્કર, મલ્ટી પર્પઝ હેલ્થ વર્કર, કોમ્યુનિટી હેલ્થ ઓફિસર (CHO), આશા તથા આશા ફેસિલિટેટર દ્વારા સફળતાપૂર્વક કરવામાં આવ્યું હતું.
કેમ્પનું સુપરવિઝન એસ.ટી.એસ. પ્રકાશભાઈ નાઈ, તાલુકા હેલ્થ સુપરવાઈઝર મુકેશ ચૌહાણ તથા પિલવાઈના સુપરવાઈઝર અલ્પેશ પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું.

Back to top button
error: Content is protected !!