
કૂંપલ પટેલની ‘આવવાદે’ ફિલ્મનો વિજાપુરમાં ધમાકેદાર સાથે રીલીઝ થતા પ્રીમિયર સો યોજાયો પ્રેક્ષકો ની થિયેટર માં ભીડ
થિયેટરમાં આવવાદે ફિલ્મને લઈ ધારાસભ્ય સીજેચાવડા પણ ખાસ ઉપસ્થિત રહ્યા
વાત્સલ્યમ સમાચાર
સૈયદજી બુખારી વિજાપુર
વિજાપુર તાલુકાની નવયુવા કલાકાર અને ગુજરાતી ફિલ્મ જગતની ઊભરતી અભિનેત્રી કૂંપલ પટેલ અભિનીત ફિલ્મ ‘આવવાદે’ નો તાલુકામાં ધમાકેદાર પ્રીમિયર શો યોજાયો હતો. પોતાના જ વતનના થિયેટરમાં ફિલ્મ રીલીઝ થવા જતાં કૂંપલ પટેલ ખાસ કરીને સુવિધિ થિયેટર ખાતે પોતાના સહ-કલાકારો સાથે ઉપસ્થિત રહી ચાહકો સાથે ઉમંગભેર મુલાકાત કરી હતી.થિયેટર ખાતે લોકોની ભીડ અને કૂંપલ પટેલને મળેલ ઉમળકાભર્યો આવકાર ફિલ્મના સફળ પ્રારંભનો સંકેત આપી રહ્યો હતો.





