MEHSANAVIJAPUR

વિજાપુર લાડોલ પોલીસ મથકના હદ વિસ્તાર જંત્રાલ કહીપુર રોડ ઉપર બહુચર પાર્લર ની બાજુમાં જાહેર મા વરલી મટકા રમાડતા ચાર જણા ને એલસીબી પોલીસે ઝડપી પાડયા એક ફરાર

વિજાપુર લાડોલ પોલીસ મથકના હદ વિસ્તાર જંત્રાલ કહીપુર રોડ ઉપર બહુચર પાર્લર ની બાજુમાં જાહેર મા વરલી મટકા રમાડતા ચાર જણા ને એલસીબી પોલીસે ઝડપી પાડયા એક ફરાર
વાત્સલ્યમ સમાચાર
સૈયદજી બુખારી વિજાપુર
વિજાપુર લાડોલ પોલીસ મથકના હદ વિસ્તાર જંત્રાલ કહિપુર રોડ ઉપર બહુચર પાર્લર ની બાજુમાં જાહેર મા વરલી મટકા નો જુગાર રમી રમાડતા ચાર ઈસમો ની એલસીબી પોલીસે રૂ ૧૮,૩૦૦/- ના મુદ્દામાલ સાથે બાતમી ના આધારે ઝડપી પાડી પોલીસ મથકે પાંચ સામે ગુનો નોંધાવી કાયદેસર ની કાર્યવાહી હાથ ધરી છે. આ અંગે પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ એલસીબી પોલીસ લાડોલ પોલીસ મથકના હદ વિસ્તાર માં દારૂ જુગાર ના કેસો શોધી અસરકારક કામગીરી કરવાની જીલ્લા પોલીસ અધિક્ષકે આપેલી સૂચના મુજબ ઇન્ચાર્જ પોલીસ અધિકારી એન આર વાઘેલા ના માર્ગદર્શન મુજબ પેટ્રોલીંગ મા હતા. તે સમયે એલસીબી પોલીસ ને બાતમી મળી હતી કે જંત્રાલ કહિપૂર રોડ ઉપર બહુચર પાર્લર ની બાજુમાં કેટલાક ઈસમો ભેગા મળી પોતાના આર્થિક ફાયદા માટે વરલી મટકા નો જુગાર જાહેરમાં રમાડી રહ્યા છે. મળેલી બાતમી ના આધારે એલસીબી પોલીસે તપાસ કરતા સ્થળ ઉપર કાર્બન પેપર રાખી બુક મા મટકા ના નંબરો લખી જુગાર રમાડતા જણાઈ આવતા ચાર ઈસમો ઠાકોર વાઘાજી જોઈતાજી, ઠાકોર વિજયજી પ્રહલાદજી , સેનમા મેહુલ ભાઈ બળદેવભાઈ, ઠાકોર અજીતજી વિષ્ણુજી રહે તમામ જંત્રાલ ને ઝડપી કુલ રૂપિયા ૧૮,૩૦૦/- નો મુદ્દામાલ કબ્જે લઈ ફરાર કહીપૂર વડનગર ના પ્રદીપજી ફતેસંગ ઠાકોર સહિત લાડોલ પોલીસ મથકે પાંચ સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસે ફરાર થયેલ પ્રદિપજી ઠોકર કાહિપુર વાળા ને ઝડપી પાડવા તપાસ હાથ ધરી છે.

Back to top button
error: Content is protected !!