MEHSANAVIJAPUR

વિજાપુરમાં નાનકડી બાળિકાઓએ રાખ્યા રમઝાનના રોજા, સમાજને આપ્યો સબ્રનો સંદેશ

વિજાપુરમાં નાનકડી બાળિકાઓએ રાખ્યા રમઝાનના રોજા, સમાજને આપ્યો સબ્રનો સંદેશ
વાત્સલ્યમ સમાચાર
સૈયદજી બુખારી વિજાપુર
વિજાપુર શહેરના કસ્બા મસ્જિદ વિસ્તારમાં રહેતી બે નાનકડી બાળિકાઓએ પવિત્ર રમઝાન માસ દરમિયાન રોજા રાખી સમાજમાં અનોખું ઉદાહરણ પૂરું પાડ્યું છે. મન્સૂર અખ્તર સૈયદની આઠ વર્ષની દીકરી આરફા નૂર તેમજ મુશિર અહેમદ સૈયદની સાત વર્ષની દીકરી જન્નતએ સંપૂર્ણ એક માસ સુધી શ્રદ્ધા અને સમર્પણ સાથે રોજા પાળી ધીરજ અને સબ્રનું પ્રતિક રજૂ કર્યું હતું.
નાની ઉંમરે જ આ બંને બાળિકાઓએ ઈબાદત પ્રત્યેની લાગણી દર્શાવી, દિવસભર ઉપવાસ રાખી અને ખુદાની બંદગીમાં સમય વિતાવ્યો હતો. તેમની આ ભાવનાથી પરિવારજનો તથા વિસ્તારના લોકોમાં આનંદ અને ગર્વની લાગણી જોવા મળી હતી.
બંને બાળિકાઓએ દેશની ખુશહાલી, શાંતિ અને સમૃદ્ધિ માટે ખાસ દુઆઓ પણ કરી હતી. સમાજના આગેવાનો અને સ્થાનિક લોકોએ આ બાળિકાઓના આત્મવિશ્વાસ અને ધાર્મિક લાગણીને બિરદાવતા તેમને પ્રેરણાસ્ત્રોત ગણાવ્યા હતા.

Back to top button
error: Content is protected !!